37 C
Ahmedabad
Wednesday, May 8, 2024

અરવલ્લી : ઇસરી પોલીસ સ્ટેશનનો કોન્સટેબલ સસ્પેન્ડ પછી, ઉભા થયેલા વમળો શાંત રહેશે કે પછી, વમળમાં શાંતિ લૂંટાશેની ચર્ચા


ઇસરી પોલીસ સ્ટેશનમાં વહીવટદારોની બોલબાલા, ઉચ્ચ અધિકારીને ટપી જાય તેવો વહીવટદાર અચાનક શાંત થયો હોવાની ચર્ચા

Advertisement

SP સંજય ખરાતે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ કોન્સટેબલને સસ્પેન્ડ કર્યો, ઝીણવટભરી તપાસ થાય તો અનેકના પગ તળે રેલો આવી શકે છે

Advertisement

ઇસરી પોલીસ સ્ટેશનના શાંત માહોલમાં વમળો પેદા થતા વહીવટદારને શાંત રહેવા આકાઓની સલાહ

Advertisement

 

Advertisement

અરવલ્લી જીલ્લા સહીત ગુજરાતમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની બુટલેગરો સાથે ભાઈબંધી અને લેતી દેતી જગજાહેર છે ઇસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો સંજય રમણભાઈ નામના પોલીસકર્મીએ બુટલેગર સાથે વિદેશી દારૂ ભરેલી કાર કઢાવવાનો સોદો કરતા વિડીયો અને ઓડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જીલ્લા પોલીસવડા સંજય ખરાતે સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે આ ઘટનામાં અન્ય વહીવટદારોની પણ ભૂંડી ભૂમિકા હોવાની અને એક વહીવટદાર અચાનક શાંત થયો હોવાની ચર્ચા પોલીસબેડામાં જામી છે.

Advertisement

ઇસરી પોલીસ સ્ટેશનનો પોલીસકર્મીની બુટલેગરો સાથેની સાંઠગાંઠ બહાર આવતા ની સાથે દબદબો ધરાવતો વહીવટદાર શાંત થઇ ગયો છે ઇસરી પોલીસ સ્ટેશનના બુટલેગર સાથે મીલીભગતના વમળો પેદા થતાની સાથે વહીવટદાર આ વમળમાં ફસાઈ નહીં તેના માટે હવાતિયાં મારી રહ્યો હોવાની સાથે અધિકારી જેવો રૂઆબ અને દબદબો શાંત કરી ભૂગર્ભ ઉતરી ગયો છે જીલ્લા પોલીસવડા સંજય ખરાત ઈસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અન્ય પોલીસ કર્મીઓની આ પ્રકરણમાં સંડોવાયેલા છે કે નહીં તે અંગે તટસ્થ તપાસ કરે તેવી લોક માંગ પ્રબળ બની છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!