35 C
Ahmedabad
Friday, April 26, 2024

ભારતીય જળસીમામાં ગેરકાયદેસર પ્રવેશ કરી ફિશિંગ કરતા શંકાસ્પદ ઇરાની 15 ખલાસીઓ ઝડપાયા


ભારતીય જળસીમામાં શનિવારે બે શંકાસ્પદ બોટને કોસ્ટ ગાર્ડે ઝડપી લીધી હતી. ભારતીય સીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ફિશિંગ કરતા ઇરાની 15 ખલાસીઓને કોસ્ટ ગાર્ડે ઝડપી લીધા હતા. તો નવીબંદર પોલીસ સ્ટેશનમાં આ ખલાસીઓ વિરૂદ્ધ ગુનો રજીસ્ટ્રર કરી એસઓજીએ વધુ તપાસ હાથ ધરી.

Advertisement

ગુજરાતના સંવેદનશીલ દરિયાઇ સીમામાંથી અવાર નાવર નશીલા પદાર્થોની જથ્થો મળી આવે છે. તો ક્યાંરેક ગેરકાયદેસર ભારતીય સીમામાં આવી કેટલાક ખલાસીઓ ફિશિંગ કરતા હોય છે. આવા ખલાસીઓને કોસ્ટ ગાર્ડ દ્વારા ઝડપી લેવામાં આવે છે. કારણ કે ભૂતકાળમાં આ દરિયાઇ સીમામામંથી અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરવામાં આવી છે. કોસ્ટ ગાર્ડની સતર્કતાને કારણે દરિયાઇ સીમામાં ગેરકાયદેસર પ્રવેશતી બોટો અને ખલાસીઓને પણ પકડી તેની સુરક્ષા એજન્સી દ્વારા કડક હાથે પુછપરછ કરવામાં આવી હોય છે. શનિવારે કોસ્ટ ગાર્ડ દ્વારા ભારતીય જળસીમામાં ઇરાનની બે બોટ જે ગેરકાયદેસર પ્રવેશ કરી ફિશિંગ કરતા હતા. તે દરમિયાન આ બન્ને બોટો કોસ્ટ ગાર્ડ ઝડપી લીધી હતી. આ બન્ને બોટોને પોરબંદર ઓલ વેધર પોર્ટ ખાતે લાવી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં એસઓજી, એનસીબી સહિતની સુરક્ષા એજન્સીઓ આ મામલે સઘન તપાસ ચલાવી રહી છે. આ મુદ્દે પોરબંદર જિલ્લા પોલીસ વડાએ પણ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જણાવ્યા મુજબ ભારતીય સીમામાંથી કુલ 15 ખલાસીઓ શંકાસ્પદ રીતે પ્રવેશ કરતા ઝડપાયા હતા. આ ખલાસીઓ વિરૂદ્ધ નવીબંદર પોલીસ સ્ટેશનમાં મેરીટાઇમ ઝોન ઓફ ઇન્ડિયા એક્ટ 1981 રૂલ્સ 1982ની કલમ 3, 7, 10, 14 તથા ફોરેન્સ એકટ 1946ની કલમ 14-એ-એ મુજબના ગુનો નોંધવામાં આવ્યો છે. આ બોટો તથા ખલાસીઓ દ્વારા દેશ વિરોધી કે બીજી કોઇ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ થયેલ છે કે કેમ તે બાબતની તપાસ કરાવી અતી આવશ્યક હોય જેથી આ ગુનાઓની ઘનિષ્ઠ તપાસ કરવા એસઓજી પીઆઇ કે. આઇ. જાડેજાને આગળની તપાસ સોંપવામાં આવી છે અને એસઓજી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!