30 C
Ahmedabad
Wednesday, May 1, 2024

આમ પણ વરસાદમાં ને, તેમ પણ વરસાદમાં, જિંદગી ભીંજાય જાણે કોઇ ભીની યાદમાં, ઝાંઝરીમાં પર્યટકો ઉમટ્યા


હાલ મેઘરાજા સમગ્ર ગુજરાતમાં મનમુકીને વરસી રહ્યા છે, આ વચ્ચે વરસાદી લુપ્ત ઉઠાવવા સહેલાણીઓ અલગ-અલગ જગ્યાએ પહોંચી, ભીંજાતા નજરે પડે છે. આવું જ એક પર્યટક સ્થળ એટલે અરવલ્લી જિલ્લાના બાયડ નજીક આવેલ ઝાંઝરી ધોધ.. અહીં પર્યટકોનો ધસારો વધ્યો છે… આસપાસના 100 કિલો મીટર વિસ્તારમાથી પ્રયટકો અલગ-અલગ ગૃપ તેમજ પરિવાર સાથે પહોંચ્યા હતા. ખાસ કરીને રજાના દિવસે અહીં મેળા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ઉપરવાસમાં ભારે વરસાદને લઇને ઝાંઝરી ધોધ સોળે કળાએ ખીલી ઊઠ્યો હતો.

Advertisement

ચોમાસાની ઋતુ છે અને ખલીલ ધન જેતવીના આ શબ્દો કરીએ તો
તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

Advertisement

ઝાંઝરી ખાતે પહોંચતા સહેલાણીઓ સેલ્ફી લેવા નજરે પડ્યા,, તો કેટલાક લોકો જાણે સ્વિમિંગ પૂલ હોય તેમ વોટર ફોલમાં નાસ્તો કરતા દેખાયા હતા.. વીકેન્ડની મઝા માણવા પર્યટકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને યાદગાર પળને તેમના કેમેરામાં કેદ કરી હતી. ઝાંઝરી ધોધ પર હજુ વિકાસ નથી થયો પરંતુ, લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી જરૂરી માહિતી મેળવી ડાભા નજીક આવેલા ઝાંઝરી ધોધ જોવા પહોંચે છે,,, એટલું જ નહીં, અહીંના સ્થાનિક લોકો ઊંટની સવારીનો ભરપૂર આનંદ પર્યટક માણતા નજરે પડ્યા હતા.

Advertisement

જુઓ ઝાંઝરી ધોધ જોવા પર્યટકોનો ધસારો

Advertisement

આમ તો ઝાંઝરી ધોધમાં કેટલાય લોકોના ડૂબી જવાની ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સ્થાનિક લોકો હંમેશા રહેતા હોય છે અને પર્યટકોને જરૂરી માહિતી પણ આપે છે, જેથી કોઇ વ્યક્તિ અજાણી જગ્યાએ ન પહોંચી જાય. આ સાથે જ ચોમાસાના સમયમાં પોલિસ પણ સતત પેટ્રોલિંગ કરતી હોય છે.

Advertisement

સ્પેશ્યલ રીપોર્ટ, મેરા ગુજરાત

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!