41 C
Ahmedabad
Wednesday, May 8, 2024

અરવલ્લીમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ : ગાબટ ગામે ખેતર માંથી 51 ગાંજાના છોડ ઝડપ્યા, નશાની ખેતી કરનાર ખેડૂત ફરાર


અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર સતત નશાના કારોબાર કરનાર અસામાજીક તત્વો સામે ગાળીયો કસ્યો છે સાઠંબા પોલીસે નશાની ખેતી ઝડપી પાડી હતી ગાંજાનું વ્યસન પણ મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે શહેરી વિસ્તારમાં યુવાનો ગાંજાની લતે ચઢી બરબાદીની ગર્તમાં ધકેલાઈ રહ્યા છે જીલ્લામાં ગાંજાના બંધાણીઓ ખેતરમાં કે ઘરની આજુબાજુ એકાદ બે છોડ વાવી નશાને સંતોષતા હોય છે
સાઠંબા પોલીસે બાયડ તાલુકાના ગાબટ ગામેથી કપાસની ખેતીની આડમાં ખેતરમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ કરી 51 નાના મોટા તાજા લીલા છોડ સાથે 24 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ભારતસિંહ જગતસિંહ સોલંકી સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

સાઠંબા પીએસઆઈ એમ.ડી.ગઢવી અને તેમની ટીમે પેટ્રોલીંગમાં હતી ત્યારે ગાબટ ગામના ભારતસિંહ જગતસિંહ સોલંકીએ તેના ખેતરમાં કપાસની ખેતીની આડમાં ગેરકાયદેસર ગાંજાની ખેતી કરી રહ્યો હોવાની બાતમી મળતા રેડ કરી કપાસના ખેતરમાં શોધખોળ હાથધરતા કપાસના વાવેતર કરેલ ખેતરમાં કપાસની વચ્ચે થોડા થોડા અંતરે ગેરકાયદેસર ઉછેરેલ 51 છોડ મળી આવતા પોલીસે 51 છોડ વજન 2.434 કિગ્રા કીં.રૂ.24340 /- નો જથ્થો જપ્ત કરી નશાની ખેતી કરનાર ભારતસિંહ જગતસિંહ સોલંકી સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી ફરાર ખેડૂતને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!