28 C
Ahmedabad
Thursday, May 2, 2024

ધી ભિલોડા ગ્રુપ સેવા સહકારી મંડળી લી. ના વય નિવૃત્ત સેક્રેટરી ભગવાનદાસ ડી.પટેલ અને ક્લાર્ક નાનજીભાઈ એ.કોટવાળનો વિદાય સમારંભ યોજાયો


અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે વર્ષોથી કાર્યરત ધી ભિલોડા ગ્રુપ સેવા સહકારી મંડળી લી. વિના સહકાર નહીં,ઉધ્ધારના સંકલ્પ સાથે કટીબદ્ધ ધી ભિલોડા ગ્રુપ સેવા સહકારી મંડળી લી. ના વય નિવૃત્ત સેક્રેટરી ભગવાનદાસ ડી.પટેલ અને ક્લાર્ક નાનજીભાઈ એ.કોટવાળ નો વિદાય સમારંભ સન્માનભેર યોજાયો હતો.

Advertisement

વય નિવૃત્ત કર્મચારી સન્માન સમારંભ અધ્યક્ષ,મુખ્ય મહેમાન હિંમતનગર સા.કાં બેંક ના વા. ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી,સાબર ડેરી ડિરેક્ટર જેસીંગભાઈ પટેલ,ભિલોડા સહકારી જીન,માર્કેટિંગ યાર્ડના ચેરમેન હિતેન્દ્રસિંહ સિસોદિયા,ખેતી બેંક ભિલોડા શાખાના ચેરમેન શાંમળભાઈ પટેલ,ધી ભિલોડા ગ્રુપ સેવા સહકારી મંડળી લી. ચેરમેન ભીખાભાઈ પટેલ,વા.ચેરમેન મુકેશભાઈ પટેલ,ભાજપના પુર્વ સંગઠન મંત્રી પ્રભુદાસભાઈ પટેલ, ભિલોડા ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ મનોજભાઈ પટેલ,ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કાન્તીભાઈ પટેલ,ધી ભિલોડા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. વા.ચેરમેન મનીષભાઈ પટેલ,સામાજીક કાર્યકર અમિતભાઈ ત્રિવેદી સહિત રાજકીય અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ધી ભિલોડા ગ્રુપ સેવા સહકારી મંડળી લી. ના વય નિવૃત્ત સેક્રેટરી ભગવાનદાસ ડી.પટેલ અને ક્લાર્ક નાનજીભાઈ એ.કોટવાળ ને કુંમકુંમ તિલક કરીને શ્રીફળ આપી,શાલ ઓઢાડી,મોમેન્ટો આપી સન્માનભેર વિદાય આપી હતી.બંને વય નિવૃત્ત કર્મચારીઓનું નિવૃત્તીમય જીવન તંદુરસ્ત રહે તેવા શુભાશિષ ઉપસ્થિત રાજકીય અને સહકારી આગેવાનો સહિત સૌ-કોઈ પાઠવ્યા હતા.ધી ભિલોડા ગ્રુપ સેવા સહકારી મંડળી લી. ઈન્ચાર્જ સેક્રેટરી કેતનભાઈ પટેલ સહિત સ્ટાફ પરિવારે વય નિવૃત્ત કર્મચારીઓના વિદાય સમારંભ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!