30 C
Ahmedabad
Sunday, May 5, 2024

એક ગામ એક તલાટી : પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા અરવલ્લી – સાબરકાંઠાના તલાટીઓ અચોક્કસ મુદતની હડતાલ, કામકાજ ઠપ્પ


રાજ્યમાં ફરજ બજાવતા તલાટીઓએ તેમની પડતર માંગણીઓને લઈને ગત સપ્ટેમ્બર મહિનામાં અચોક્કસ મુદતની હડતાલની ચીમકી આપવામાં આવતા સરકાર દ્વારા તેમના પ્રશ્નોના નિકાલની બાંહેધરી આપી હતી જેથી ‘અચ્છે દિન’ની આશામાં તલાટી મહામંડળે જેતે સમયે હડતાલ મોકુફ રાખી હતી તેમ છતાં તલાટીઓની પડતર માંગણીઓ નહીં સંતોષાતા ફરીથી સમગ્ર રાજ્યના અચોક્કસ મુદતની હડતાલ પાડી સરકાર સામે રણશીંગુ ફુક્યું છે અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં સેવાઓ ઠપ્પ થઇ હતી.

Advertisement

રાજ્યના તલાટી મંડળે રાજ્ય સરકારે તેમના પડતર માંગણીઓ ના ન્યાય માટે 9 મહિના અગાઉ યોગ્ય નિરાકરણની હૈયા ધારણા આપ્યા પછી પણ પ્રશ્નો ઠેરના ઠેર રહેતા પડતર પ્રશ્નો મુદ્દે આજથી તલાટી મંડળે લડી લેવાનો નિર્ણય કર્યો છે.મંગળવારથી તલાટીઓ અચોક્કસ મુદતની
હડતાલ પર ઉતારવાની સાથે ધરણા યોજ્યા હતા

Advertisement

હડતાલને પગલે અરવલ્લી-સાબરકાંઠા 800 થી વધુ તલાટીઓ એ આજે કામગીરીનો બહિષ્કાર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં જન્મ મરણની નોંધણી, વેરાની વસુલાત તેમજ સરકારી યોજનાઓના અમલ ની કામગીરી પર અસર વર્તાઈ હતી.તલાટી મંડળના રાજ્યના આગેવાનોએ તેમની ઉચ્ચતર પગાર ધોરણની વિસંગતતા, કોન્ટ્રાક્ટ ના સમયનો સળંગ નોકરીમાં ગણતરી તેમજ રેવન્યુ તલાટીઓની અલગ કેડર સહિતની માંગણીઓ નો છેલ્લા ત્રણ વર્ષથી ઉકેલ નહીં આવતા અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!