37 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી : યુ.વી.બિહોલા પી.વી.એમ. હાઈસ્કૂલ ઇસરી ખાતે અટલ ટીન્કરિંગ લેબનું ઉદ્ધાટન


સરકારના નીતિ આયોગ યોજના સંદર્ભે એ સ્વરોજગારી અને સ્ટાર્ટઅપ બિઝનેસ પર ભાર મુકવા માટે શાળા કક્ષા એ તાલીમ માટેનું એક હબ ઉભું કરવાની ભારત સરકાર ની યોજના ના ભાગરૂપી સરકારશ્રી એ અટલ ટીન્કરિંગ લેબ ગુજરાતમાં મંજૂરી આપી છે ત્યારે આ લેબ ને ઇસરી હાઈસ્કૂલ ખાતે મંજૂરી મળતા અતિ આધુનિક રીતે લેબ તૈયાર કરવામાં આવી છે અને આજ રોજ શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી ના અધ્યક્ષ સ્થાને ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું

Advertisement

Advertisement

આ પ્રસંગને અનુરૂપ સ્કૂલમાં સભાખંડમાં વિધાર્થીઓ દ્વારા પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજુ કરી આમન્ત્રિત મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું.તે દરમિયાન સ્કૂલના આચાર્ય શ્રી કમલેશભાઈ પંચાલ દ્વારા લેબ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી ઉપરાંત અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું કે આજના આ આધુનિક યુગમાં લેબ દ્વારા નવા અભિગમના ભાગ રૂપી સાયન્સ ક્ષેત્રે અવનવી ટેકનિકનો ઉપયોગ કરી વિધાર્થીઓ પોતાના કારકિર્દીને એક આગવી દિશામાં લઇ જાય અને સ્વરોજગારી જાતે ઉભી કરી શકે અને કૌશલ્યો અને સ્કિલ પ્રાપ્ત કરી શકે તે ઉદ્દેશ હેતુ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે તેમ જણાવ્યું હતું.આ પ્રસંગે સ્કૂલના આચાર્ય,સ્ટાફગણ,પ્રકાશ કેળવણી મંડળ તેમજ આમન્ત્રિત મહેમાનો સહીત વિધાર્થીઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ને સફર બનાવી અટલ ટીન્કરિંગ લેબ ને ખુલ્લી મુકવામાં આવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!