39 C
Ahmedabad
Saturday, May 18, 2024

ભવ્ય ત્રિરંગા યાત્રા : મોડાસાના માર્ગો પર 111 ફૂટના રાષ્ટ્રધ્વજને ઠેર ઠેર સલામી,સરકારી ઇજનેરી અને આઈટીઆઈના વિદ્યાર્થીઓની દેશભક્તિ


અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં સરકારી એન્જીનીયરીંગ કોલેજ અને આઈટીઆઈના વિદ્યાર્થીઓએ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા ત્રિરંગા યાત્રા યોજી હતી ત્રિરંગા યાત્રામાં 111 ફૂટના ત્રિરંગા સહીત નાના-મોટા ત્રિરંગા સાથે શહેરના ચાર રસ્તા ટાઉનહોલથી નીકળેલ ત્રિરંગા યાત્રાથી મોડાસા શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું

Advertisement

Advertisement

ભારત રાષ્ટ્રના 75 વર્ષના આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે મોડાસામાં સરકારી એન્જિનિયરિંગ કોલેજ તેમજ આઇ.ટી.આઇ ના 500 થી વધુ વિધાર્થીઓ દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં ત્રિરંગા યાત્રા યોજવામાં આવી હતી. જેમાં 111 ફૂટ લંબાઈ ધરાવાત ત્રિરંગા સાથે નીકળેલી યાત્રામાં ત્રિરંગા યાત્રા દરમિયાન દેશ ભક્તોએ પુષ્પવર્ષા કરી સ્વાગત કરી સલામી આપી હતી.111 ફૂટ નો રાષ્ટ્રીય ધ્વજ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.આગામી 15 ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ પર હર ઘર ત્રિરંગા સાથે વિધાર્થીઓએ ભારત માતાકી જય,વંદેમાતરમ જેવા સૂત્રોચ્ચાર કરતા શહેરમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.એન્જિનિયરિંગ કોલેજ તેમજ આઇ.ટી.આઇના વિધાર્થીઓએ હાથમાં નાના મોટો ત્રિરંગો રાખી ત્રિરંગા યાત્રાને સફળ બનાવી હતી.વિધાર્થીઓ એ ત્રિરંગા યાત્રા દરમ્યાન ટાઉન પોલીસ દ્વારા સહયોગ મળતા આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!