34 C
Ahmedabad
Wednesday, May 15, 2024

પુત્ર ઘરેથી બાઈક લઈને નીકળે તેની લટકતી લાશ સવારે ખેતરમાંથી મળે તો પરિવારજનોની હાલત શું થાય…વાંચો :20 વર્ષીય યુવકની લાશ મળી


અરવલ્લી જીલ્લામાં લટકતી લાશો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે શામળાજીના રંગપુર ગામના 20 વર્ષીય યુવકની ખેતરમાં વીજ ટાવર જેવા પોલ પર દોરી થી ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ મળી આવતા ભારે ચકચાર મચી હતી 20 વર્ષીય યુવકની લાશ લટકતી મળતા પરિવારજનો અને ગ્રામજનોના ટોળેટોળા ઉમટ્યા હતા પરિવારજનો અને સગા-સબંધીઓએ ભારે રોકોક્કળ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશને પીએમ માટે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે યુવકની આત્મહત્યા કે હત્યા અંગે તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે.

Advertisement

ભિલોડા તાલુકાના રંગપુર ગામના ભગવતસિંહ શિવસિંહ જાડેજાનો મોટો પુત્ર કરણસિંહ જાડેજા (ઉં.વર્ષ-20) મંગળવારે રાત્રે મોબાઇલ પર વાત કરતા કરતા બાઈક લઇ ઘરેથી હોટલ પર કામકાજ છે કહીને નીકળ્યા પછી મોડી રાત્રી સુધી ઘરે નહીં ફરતા ટેલિફોનિક સંપર્ક કરતા સંપર્ક ન થતા પરિવારજનોએ આજુબાજુના વિસ્તારમાં શોધખોળ હાથધરતા તેમના કાકાના ખેતરમાંથી બાઈક મળી આવ્યું હતું કરણસિંહની કોઈ ભાળ મળી ન હતી બુધવારે સવારે પરિવારજનોએ બાઈક મળી આવી હતી તેની આસપાસ શોધખોળ હાથધરતાં ખેતરમાં રહેલા વીજપોલ પર રસ્સી થી ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા શામળાજી પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે દોડી આવી મૃતકની લાશને ઉતારી પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!