પાણી પુરવઠાની મુખ્ય પાઈપલાઈન માં ભંગાણ, આકાશી ફુવારા, પાણીનો વેડફાટ
એક તરફ પાણી બચાવ અભિયાન તો બીજી બાજુ પાણીનો વેડફાટAdvertisementAdvertisement
અરવલ્લી જીલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પૂરું પાડવા માટે એસકે-2 અને 3 યોજના અને વાસ્મો યોજના અંતર્ગત પાણીની પાઈપ લાઈન નાખવામાં આવી છે અને પાઈપલાઈન પર સંપ લગાડવામાં આવ્યા છે પાણી પુરવઠાની બેદરકારીના પગલે જિલ્લામાં પાણીનો પુરવઠો પૂરો પાડતી પાઈપલાઈનમાં અનેક વાર ભંગાણ સર્જાતા હજ્જારો લીટર પાણી નો વ્યય થઈ રહ્યો છે માલપુર નજીક વાત્રક નદીના જુના પુલ પાસેથી પસાર થતી પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા છેક ઉંચે સુધી પાણીનો ફુવારા મારફતે લાખ્ખો લીટર પાણી વેડફાટ થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
જુઓ પણી બગાડતી પાઈપલાઈન, કોના પાપે આ બધું…?