29 C
Ahmedabad
Monday, April 29, 2024

અરવલ્લી : નશાની ખેતી કરનાર ગાબટનો ખેડૂત કોણ…!! સાઠંબા પોલીસે ખેડૂતને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો


અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર સતત નશાના કારોબાર કરનાર અસામાજીક તત્વો સામે ગાળીયો કસ્યો છે સાઠંબા પોલીસે ગાબટ ગામના ભારતસિંહ જગતસિંહ સોલંકીના ખેતરમાંથી ઝડપી પાડી 51 નાના મોટા છોડ જપ્ત કર્યા હતા પોલીસ રેડ જોઈ ભારતસિંહ સોલંકી ફરાર થઇ જતા પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કરી સીપીઆઈ બાયડ ડી.ડી.રાઠોડની રાહબળી હેઠળ પોલીસે ભારતસિંહ સોલંકીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

કઈ રીતે સાઠંબા પોલીસે નશાની ખેતીનો પર્દાફાશ કર્યો હતો વાંચો…!!!
સાઠંબા પીએસઆઈ એમ.ડી.ગઢવી અને તેમની ટીમે પેટ્રોલીંગમાં હતી ત્યારે ગાબટ ગામના ભારતસિંહ જગતસિંહ સોલંકીએ તેના ખેતરમાં કપાસની ખેતીની આડમાં ગેરકાયદેસર ગાંજાની ખેતી કરી રહ્યો હોવાની બાતમી મળતા રેડ કરી કપાસના ખેતરમાં શોધખોળ હાથધરતા કપાસના વાવેતર કરેલ ખેતરમાં કપાસની વચ્ચે થોડા થોડા અંતરે ગેરકાયદેસર ઉછેરેલ 51 છોડ મળી આવતા પોલીસે 51 છોડ વજન 2.434 કિગ્રા કીં.રૂ.24340 /- નો જથ્થો જપ્ત કરી નશાની ખેતી કરનાર ભારતસિંહ જગતસિંહ સોલંકી સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી ફરાર ખેડૂતને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!