38 C
Ahmedabad
Sunday, May 12, 2024

અરવલ્લી : ભિલોડાના મઉં ગામ નજીક મેડિકલ વેસ્ટ મળી આવ્યો, મેડિકલ વેસ્ટ સરકારી કે ખાનગી તે સવાલ…!!


અરવલ્લી જિલ્લામાં મેડિકલ બાયો વેસ્ટ ઠાલવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, થોડા સમય પહેલા મોડાસા તાલુકાના વણિયાદ નજીકથી મેડિકલ વેસ્ટ કોઇ ઠાલવી ગયું હતું તો હવે ભિલોડા પંથકમાં મેડિકલ વેસ્ટનો ઢગલો જોવા મળ્યો હતો. ભિલોડા તાલુકાના મઉં ગામ નજીક બાયો મેડિકલ વેસ્ટનો ઢગલો મળી આવ્યો છે, જોકે આ મેડિકલ વેસ્ટ કોણ ઠાલવી ગયું તે અંગે યક્ષ પ્રશ્ન છે, પણ ભિલોડા તાલુકા આરોગ્ય વિભાગ હજુ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement

મઉં ગામે મેડિકલ વેસ્ટ કોણ ઠાલવી ગયું તે બાબતે ભિલોડા આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રાધિન
ભિલોડા આરોગ્ય વિભાગની નાક નીચે આ પ્રકારની પ્રવૃત્તિથી લોકોમાં રોષ
જો કોઇ બિમારી ફેલાય અથવા તો મેડિકલ બાયો વેસ્ટથી કોઇને નિકાસાન થાય તો જવાબદાર કોણ..?
શું ભિલોડા આરોગ્ય વિભાગ જવાબદારી લેશે કે શું..?
ભિલોડા તાલુકા આરોગ્ય વિભાગ કોને છાવરી રહ્યું છે તે પણ એક સવાલ

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ ભિલોડાના મઉં ગામ નજીક વાડીનાથ મંદિર બાજુ રસ્તાના ગરનાળા પાસે મોટી માત્રામાં બાયો મેડિકલ વેસ્ટનો ઢગલો જોવા મળ્યો હતો. જેમાં ખાલી બોટલ અને સીરિંજનો જથ્થો હતો. આ મેડિકલ વેસ્ટ કોણ ઠાલવી ગયું તેના પરથી હજુ પડદો ઉંચકાયો નથી. સામાન્ય રીતે મેડિકલ વેસ્ટના નિકાલ માટે તેની એક પ્રક્રિયા હોય છે, જેમાં મેડિકલ બાયો વેસ્ટ કલેક્ટ કરવા માટે એક વાન આવતી હોય છે, જે આરોગ્ય વિભાગની ગાઈડલાઇન મુજબ તેનો નાશ કરવામાં આવતો હોય છે, જોકે આ પ્રકારની પ્રવૃત્તિથી કોઇપણ પ્રકારની બિમારી ફેલાવાનો અથવા તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. આ સમગ્ર મામલે ભિલોડા આરોગ્ય વિભાગ હજુ ઉંધા માથે હોય તેવું પણ સ્પષ્ટ લાગી રહ્યું છે.

Advertisement

જુઓ આરોગ્ય વિભાગે કોઇ કાર્યવાહી નથી કરી તેનો નમૂનો….

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!