36 C
Ahmedabad
Sunday, April 28, 2024

અરવલ્લી : સ્ત્રીઓની જાતીય સતામણીને લઇને માર્ગદર્શન સેમિનાર, મોડાસા ભામાશા હોલ ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી


મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત યોજાયો કાર્યક્રમ
અરવલ્લી જિલ્લામાં ભામાશા હોલ ખાતે ઉજવાયો મહિલા કર્મયોગી દિવસ

Advertisement

અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભામાશા હોલ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી.“મહિલા કર્મયોગી દિવસ”ની ઉજવણી અંતર્ગત કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ-2013 વિષય ઉપર સેમીનાર રાખવામા આવ્યો જેમાં કામ કરવાનાં સ્થળ ઉપર મહિલાઓનું યોગદાનનું મહત્વ અને કામના સ્થળે કોઈપણ પ્રકારની થતી સતામણી થતી હોય તો તેને અટકાવવા માટે કેવા પગલાંઓ ભરવા જોઈએ અને કેવીરીતે રીતે સતેજ રેહવું જોઈએ તેની સમજણ આપવામાં આવી.

Advertisement

Advertisement

આ કાર્યક્રમમાં શ્રી.એન.એસ.પટેલ લો કોલેજના પ્રોફેસર ડોક્ટર સોનિયા જોષી દ્વારા કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અને સ્ત્રીને સમાજ માં કેવી રીતે જાગૃત થવું જોઈએ, કામ કરવાનાં સ્થળ ઉપર મહિલાઓનું યોગદાનનું મહત્વ અને કામના સ્થળે કોઈપણ પ્રકારની સતામણી થતી હોય તો તેને અટકાવવા માટે કેવા પગલાંઓ ભરવા જોઈએ અને કેવી રીતે સતેજ રેહવું તેના પર સરળ ભાષામાં વ્યાખ્યાન આપવામાં આવ્યું.

Advertisement

આજના કાર્યક્રમમાં જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. એમ. કે. ડોડીયા, મહિલા અને બાળ અધિકારી ડી. બી. પંડ્યા. દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી ડૉ. એન. વી. મેણાત, મોડાસા નગર પાલિકાના પૂર્વ અધ્યક્ષા વનિતાબેન પટેલ,પ્રિ. ડૉ. બિપીનભાઈ પટેલ, પ્રિ.ડો. એચ. એમ. પટેલ, ડૉ. સોનિયાબેન જોષી, સ્ત્રી રોગ નિષ્ણાંત ડો.ઘનશ્યામ શાહ તેમજ અન્ય અધિકારીઓ અને બહોળી સંખ્યામાં મહિલાઓની ઉપસ્થિતમા કાર્યક્રમ યોજાયો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!