37 C
Ahmedabad
Saturday, May 4, 2024

અરવલ્લી : પોક્સોના આરોપીને સેસન્સ કોર્ટે ફટકારી 20 વર્ષની સજા , બે વર્ષ અગાઉ ધનસુરાના ગ્રામ્ય વિસ્તારની 11 વર્ષીય સગીરાનું કર્યું હતું અપહરણ


ધનસુરા પીઆઈ એફ.એલ.રાઠોડે અપહરકર્તા આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતો

Advertisement

સરકારી વકીલ દિનેશભાઇ પટેલની તાર્કિક દલીલો અને પોલીસએ રજુ કરેલ સજ્જડ પુરાવા આરોપીને શખ્ત સજા અપાવી

Advertisement

અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે વર્ષની સગીરાના અપહરણનો કેસ મોડાસા સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે પુરાવાના આધારે આરોપીને કસુવાર ઠેરવી 20 વર્ષની શખ્ત સજા ફટકારી હતી સગીરાનું અપહરણ કરનાર ખોખરના મુવાડાના કાળા સબુરભાઈ ખાંટને 20 વર્ષની સજા ફટકારતા કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો હતો ભોગ બનનાર સગીરાના પરિવારોને ન્યાય મળતા કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો

Advertisement

બે વર્ષ અગાઉ ધનસુરા તાલુકાના ખોખરના મુવાડા ગામે રહેતા કાળા સબૂરભાઈ ખાંટ નામના હવસખોરે બે વર્ષ અગાઉ 11 વર્ષ અને 6 મહિનાની સગીરાનું અપહરણ કરતા સગીરાના પિતાએ ધનસુરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવતા પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી પીઆઈ એફ.એલ.રાઠોડ અને તેમની ટીમે આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

Advertisement

આ અંગેનો કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકાર તરફથી દિનેશભાઇ પટેલે વિવિધ પુરાવા રજુ કરવાની સાથે ધારદાર રજુઆત કરી આરોપીને દાખલા રૂપ સજા કરાવવા મૌખિક દલીલ કરતા સેશન્સ જજ એચ.એન.વકીલે આરોપી કાળા સબુરભાઈ ખાંટ કસુવાર ઠેરવી 20 વર્ષની સજા ફટકારવામાં આવતા પરિવારજનોએ સરકારી વકીલ દિનેશ પટેલ અને ન્યાય તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!