39 C
Ahmedabad
Saturday, May 4, 2024

ઓહ આશ્ચયર્મ…શ્રાવણમાં શિવ પણ સુરક્ષિત નથી…!! ભિલોડા વાંકાનેર ના ધારેશ્વર મહાદેવ મંદિરમાંથી ચાંદીનો નાગ અને દાગીનાની ચોરી


2.5 કિલો ચાંદીનો નાગ અને શિવલિંગ પરની કંઠમાળા મળી 1.70 લાખની ચોરી
શિવભક્તો અને ગ્રામજનોમાં આક્રોશ, ભિલોડા પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લીધી

Advertisement

અરવલ્લી જીલ્લામાં તસ્કરો,ઘરફોડ ચોર અને લૂંટારૂ ગેંગ પોલીસતંત્રને ખુલ્લેઆમ પડકારી રહી છે જીલ્લામાં રહેણાંક મકાન, દુકાન અને હવે મંદિર પણ સલામત ન રહેતા લોકોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે પવિત્ર શ્રાવણ માસમાં ભોળાશંભુની ભક્તિનો નિરંતર પ્રવાહ વહી રહ્યો છે. લોકો જપ, તપ, દાન, ઉપવાસ કરી મહાદેવની પૂજા કરી પુણ્ય મેળવવા પ્રભુ કામના કરી રહ્યાં છે શિવ મંદિર પણ સુરક્ષિત રહ્યાં નથી તેમના શિવલિંગ પર રહેલ નાગ અને કંઠમાળાની ચોરી થતા શિવભક્તોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

Advertisement

ભિલોડા તાલુકાના વાંકાનેર ગામમાં આવેલા ધારેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટકી 2.5 કિલો ચાંદીના નાગ અને કંઠમાળાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા મંદિરના પૂજારી સહીત ગામલોકો મંદિરમાં દોડી આવ્યા હતા ભિલોડા પોલીસ મંદિરમાં પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા ડોગ સ્ક્વોડ મદદ લીધી હતી

Advertisement

વાંકાનેર ગામમાં આવેલા ધારેશ્વર મંદિરના પૂજારી રામગીરી ભગવાનગીરી ગોસ્વામી શનિવારે નિત્યક્રમ મુજબ સેવા પૂજા કરી રાત્રીના સુમારે મંદિર બંધ કરી મંદિર પરિસરમાં આવેલ મકાનમાં સુઈ ગયા હતા રાત્રીના સુમારે તસ્કરો ત્રાટકી મંદિરના મુખ્ય દરવાજાનું લોક તોડી મંદિરમાં આવેલ શિવલિંગ પર રહેલ ચાંદીનો નાગ અને કંઠમાળાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા વહેલી સવારે પૂજારી મંદિરના દરવાજાનું લોક તોડેલું જણાતા ગામલોકોને જાણ કરતા મંદિરમાં દોડી આવ્યા હતા મંદિરમાં ચોરી થતા ભિલોડા પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

Advertisement

ભિલોડા પોલીસે મંદિરના પૂજારી રામગીરી ગોસ્વામીની ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઈસમો સામે 1.70 લાખની ચોરીનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!