37 C
Ahmedabad
Thursday, May 2, 2024

Bangladesh Economic Crisis : બાંગ્લદેશમાં આર્થિક સંકટ ઘેરાયું, વીજળી અને ગેસના ભાવમાં થશે વધારો


ઢાકા: શ્રીલંકા બાદ હવે ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ સંકટથી ઘેરાયેલો છે. બાંગ્લાદેશમાં વીજળી, ગેસ અને તેલના ભાવમાં જોરદાર ઉછાળો આવવાની શક્યતા છે. અચાનક આવેલા આંચકાથી લોકો પરેશાન છે. ઢાકા વોટર સપ્લાય એન્ડ સુએજ ઓથોરિટીએ 25 મેના રોજ રહેણાંક અને કોમર્શિયલ બંને ગ્રાહકો માટે પાણીની કિંમતમાં 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. વધેલી કિંમત 1 સપ્ટેમ્બરથી લાગુ થશે.

Advertisement

બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડે 18 મેના રોજ વીજળીના ભાવમાં 117 ટકાના વધારાની દરખાસ્ત કરી હતી અને બાંગ્લાદેશ એનર્જી રેગ્યુલેટરી કમિશનની ટેકનિકલ મૂલ્યાંકન સમિતિએ 58 ટકાના વધારાની ભલામણ કરી હતી. જો કે આ દરખાસ્ત પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. બાંગ્લાદેશમાં, BERC પાસે પ્રસ્તાવ પર નિર્ણય લેવા માટે 90 દિવસનો સમય છે.

Advertisement

દેશની ઘણી કંપનીઓએ BERCને ભાવ વધારવાની વિનંતી કરી હતી. આ પછી, BERCએ 5 જૂને ગેસના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો. ઘરેલું ગ્રાહકો માટે કુદરતી ગેસના ભાવમાં ડબલ બર્નર માટે 105 રૂપિયા અને સિંગલ બર્નર માટે 65 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કિંમતો 1લી જુલાઈથી અમલી છે. અગાઉ, ડબલ બર્નરની કિંમત 975 રૂપિયા અને સિંગલ બર્નરની કિંમત 925 રૂપિયા હતી.

Advertisement

અગાઉ, ગયા વર્ષે નવેમ્બરમાં, સરકારે ડીઝલ અને કેરોસીનના ભાવમાં લિટર દીઠ 15 રૂપિયાનો વધારો કર્યો હતો, જેના કારણે બસ ભાડામાં 27 ટકાનો વધારો થયો હતો. બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનામાં મોંઘવારી નોંધપાત્ર રીતે વધી છે. સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, ડિટર્જન્ટ અને ટોયલેટ ક્લીનર જેવી ઘરગથ્થુ વસ્તુઓના ભાવ મોંઘા થઈ ગયા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!