36 C
Ahmedabad
Saturday, May 4, 2024

Independence Day : મોડાસમાં સ્વતંત્રતા પર્વની પૂર્વ તૈયારી રૂપે પોલીસ વિભાગ દ્વારા રિહર્સલ


સ્વતંત્રતા દિવસ આપણા રાષ્ટ્ર માટે ઇતિહાસનો સૌથી મોટો અને સૌથી નોંધપાત્ર દિવસ છે. રાષ્ટ્રમાં આઝાદી લાવવા માટે બહાદુરીથી લડનારાઓના બલિદાનને યાદ કરવા માટે વર્ષમાં એકવાર ખૂબ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. સ્વતંત્રતા દિવસ એ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના સર્વોચ્ચ યોગદાનની ઉજવણી માટે એક મહાન પ્રસંગ છે.

Advertisement

આવા ભવ્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે થઈ રહી છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા 15મી ઓગસ્ટના રોજ વિવિધ કરતબો કરવામાં આવશે. પોલીસ પરેડ, ડોગ શો, અશ્વ શો ,મોટર સાઇકલ સ્ટંટ કરી દેશની આઝાદીનો જશ્ન મનાવવામાં આવશે.આ કાર્યક્રમની પૂર્વ તૈયારી રૂપે પોલીસ વિભાગ દ્વારા રિહર્સલ શરૂ કરવામાં આવ્યું.

Advertisement

15મી ઓગસ્ટના કાર્યક્રમમાં અંદાજિત 1600 જેટલા પોલીસ જવાનો ફરજ બજાવશે. પોલીસ વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લામાં શસ્ત્ર પ્રદર્શન પણ ખુલ્લું મૂકવામાં આવનાર છે.જેનો અરવલ્લીની જનતા લાભ મેળવે તે આશા પણ જિલ્લા પોલીસ વડા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!