30 C
Ahmedabad
Friday, April 26, 2024

Stock Market : શેર બજારમાં તેજી, ગ્રીન નિશાન પર ખુલ્યો Sensex અને Nifty


Share Market Update: વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય સ્થાનિક શેરબજારે બુધવાર સવારે તેજી સાથે શરૂઆત થઇ છે. આ ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે (10 ઓગસ્ટ) ભારતીય સ્થાનિક શેરબજારમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાન પર ખુલ્યા હતા.

Advertisement

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સંવેદનશીલ ઇન્ડેક્સ સેન્સેક્સ (BSE Sensex) શરૂઆતના કારોબારમાં 124 પોઇન્ટ વધીને 58,977 પર ખુલવામાં સફળ રહ્યો છે. બીજી તરફ NSE Nifty 41 પોઈન્ટના વધારા સાથે 17,566 પર ખુલ્યો હતો.

Advertisement

આજે બજારની સ્થિતિ
બીએસઈમાં આજે કુલ 1,841 કંપનીઓએ ટ્રેડિંગ શરૂ કર્યું હતું, જેમાંથી લગભગ 1,035 શૅર ખૂલ્યા હતા અને 621 શૅર્સ ઘટાડા સાથે ખૂલ્યા હતા. તે જ સમયે, 185 કંપનીઓના શેરના ભાવ વધ્યા કે ઘટ્યા વગર ખુલ્યા હતા. આ સિવાય આજે 3 શેર 52 સપ્તાહની ઊંચી સપાટીએ અને 1 શેર 52 સપ્તાહની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ સવારથી 87 શેરમાં અપર સર્કિટ અને 45 શેરમાં લોઅર સર્કિટ છે.

Advertisement

આજે શેરોમાં અપ અને ડાઉન
આજના વધતા શેરો વિશે વાત કરીએ તો, સન ફાર્મા, ICICI બેંક, નેસ્લે ઇન્ડસ્ટ્રીઝ, HUL, PowerGrid, Reliance Industries, IndusInd Bank, ITC, Dr Reddy’s Labs, Marutiમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

Advertisement

બીજી તરફ, એલએન્ડટી, અલ્ટ્રાટેક સિમેન્ટ, એસબીઆઈ, ટાટા સ્ટીલ, ટાઇટન, કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંક, બજાજ ફિનસર્વ, એચડીએફસી, ટીસીએસ, એમએન્ડએમ, એશિયન પેઇન્ટ્સ અને એક્સિસ બેંક ઘટતા શેરોમાં સામેલ છે. ડોલર સામે રૂપિયો 10 પૈસાની મજબૂતી સાથે ખુલ્યો છે

Advertisement

ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો આજે મજબૂતી સાથે ખુલ્યો હતો. આજે ડોલર સામે રૂપિયો 10 પૈસાની મજબૂતી સાથે 79.56 રૂપિયા પર ખુલ્યો હતો. તે જ સમયે, આ પહેલા સોમવારે, રૂપિયો ડોલર સામે 35 પૈસાની નબળાઈ સાથે 79.66 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા દિવસોમાં બજારની આ સ્થિતિ હતી

Advertisement

સોમવાર (8 ઓગસ્ટ): સેન્સેક્સ 465 પોઈન્ટના વધારા સાથે 58,853 પોઈન્ટ પર બંધ થયો. બીજી તરફ નિફ્ટી 127 પોઈન્ટના વધારા સાથે 17,525 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

Advertisement

શુક્રવાર (5 ઓગસ્ટ): સેન્સેક્સ 89 પોઈન્ટના વધારા સાથે 58,288 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 15ના વધારા સાથે 17,397 પોઈન્ટ પર બંધ થયો.

Advertisement

ગુરુવાર (4 ઓગસ્ટ): સેન્સેક્સ 51 પોઈન્ટના ઘટાડા સાથે 58,298 પોઈન્ટ પર બંધ થયો. જ્યારે નિફ્ટી 6 પોઈન્ટ વધીને 17,382 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

Advertisement

બુધવાર (3 ઓગસ્ટ): સેન્સેક્સ સેન્સેક્સ 214 પોઇન્ટ ઉછળીને 58,350 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, તે 43 પોઇન્ટના વધારા સાથે, 17,388 પોઇન્ટ પર બંધ રહ્યો હતો.

Advertisement

મંગળવાર (2 ઓગસ્ટ): સેન્સેક્સ 20 પોઈન્ટના વધારા સાથે 58,136 પોઈન્ટ પર બંધ થયો. જ્યારે નિફ્ટી 5 પોઈન્ટ વધીને 17,345 પર બંધ રહ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!