27 C
Ahmedabad
Friday, May 3, 2024

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી : ગુજરાતના મીની કાશ્મીર પોળો ફોરેસ્ટનની મુલાકાત લીધી, શારણેશ્વર મહાદેવમાં શીશ ઝુકાવ્યું


ગુજરાતનું મીની કાશ્મીર ગણાતા વિજયનગરની પોળોમાં ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠેલા અદભુત સૌંદર્યનો લુપ્ત ઉઠાવવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પોળો ફોરેસ્ટની મુલાકાત લઇ કુદરતી સૌંદર્યનો આહલાદક અનુભવ કર્યો હતો.

Advertisement

Advertisement

ગુજરાત માં મીની કાશ્મીર ગણાતા વિજયનગર પોળો ફોરેસ્ટ ની મુલાકાત શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી એ લીધી મુલાકાત હતી. તેમણે હરણાવ ડેમ,લાખેણા જૈન મંદિર, સતીમાતા કેમ્પ સાઈટ ની મુલાકાત લઇ પવિત્ર શ્રાવણ માસમાં શારણેશ્વર મહાદેવ ના દર્શન તથા પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. તેમની સાથે જીલ્લા પંચાયત ના પ્રમુખ ધીરુભાઈ પટેલ સહીત વિજયનગર તાલુકાના પદાધિકારીઓ, ભારતીય જનતા પક્ષનાં સંગઠનના હોદ્દેદારો જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રિન્સિપાલ પોરાણિયાજી,તરુણાબેન દેસાઇ .માધ્યમિક કેળવણી મંડળ ના મંત્રી જયદીપભાઈ શાહ , માધ્યમિક શાળાઓના નોડલ હરીશભાઇ પટેલ સાથે જોડાયા હતા.બને વિજયનગર તેમજ ધોળવાણી રેંજ આરએફઓ શ્રી જે આર વાઘેલા, ડી આર મકવાણા હાજર રહ્યા હતાં

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!