31 C
Ahmedabad
Wednesday, May 22, 2024

Monsoon Alert : દ્વારકા અને જુનાગઢમાં વરસાદની આગાહી, સલાયા અને માંગરોળના બંદરે 3 નંબરનું સિગ્નલ, દરિયામાં કરંટ


સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દ્વારકામાં ભારે વરસાદની આગાહીને પગલે ઓખા બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.

Advertisement

હવામાન વિભાગની આગાહીના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ઓખા તેમજ સલાયા બંદરે 3 નંબર નું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગે 13 તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેને લઇને ઓખા અને સલાયા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. આગાહી દરમિયાન દરિયામાં 45 થી 50 કિલો મીટરની ઝડપે પવન ફૂંકવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેને લઇને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવીમાં આવી છે.

Advertisement

તો બીજી બાજુ જુનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઇને માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વરસાદગની આગાહીને પગલે માંગરોળના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.

Advertisement

રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ જામ્યો છે ત્યારે હવે સૌરાષ્ટ્ર તરફ વરસાદની આગાહી કરવામાં આવતા વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!