31 C
Ahmedabad
Saturday, April 27, 2024

અરવિંદ કેજરીવાલની મહિલાઓને રક્ષાબંધન પર ભેટની ગેરન્ટી, 18 વર્ષ ઉપરની તમામ મહિલાઓ માટે જાહેરાત


જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય આગેવાન અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાતમાં વધારો થઇ રહ્યો હોય તેવું લાગે છે અને બેક ટૂ બેક મોટી જાહેરાતો કરી રહ્યા છે. આ વખતે પાંચમી જાહેરાત ખાસ મહિલાઓ માટે કરી છે અને 18 વર્ષથી ઉપરની તમામ મહિલાઓના ખાતામાં મહિને એક હજાર રૂપિયા સીધા જ બેંક ખાતામાં જમા થશે તેવો વાયદો કર્યો છે.

Advertisement

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદમાં અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ કરી હતી. આ પત્રકાર પરિષદમાં કેજરીવાલે પોતાની 5મી ગેરન્ટીની જાહેરાત કરી હતી. તેમણે પાંચમી ગેરન્ટીની જાહેરાત કરતાં કહ્યું કે, “પાંચમી ગેરન્ટી ગુજરાતની મહિલાઓ માટે છે. આ ગેરન્ટી મુજબ 18 વર્ષથી વધુની ઉંમરની જે મહિલાના ખાતામાં દર મહિને 1 હજાર રુપિયા આપવામાં આવશે. એક હજાર રુપિયા દરેક મહિલાના હાથમાં આપવામાં આવશે અને આ પૈસાથી અર્થવ્યવસ્થામાં પણ સુધાર આવશે.”

Advertisement

સાંભળો શું કહ્યું અરવિંદ કેજરીવાલે…

Advertisement

અત્યારસુધીમાં કઇ ગેરન્ટી આપી છે તે પણ જાણો
ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલે અત્યાર સુધીમાં ગુજરાતની જનતા માટે કુલ 4 ગેરન્ટીઓની જાહેરાત કરી ચૂક્યા છે, જેમાં યુવાનોને રોજગારી, બેરોજગારી ભથ્થું, મફત વીજળી સહિતની યોજનાઓની ગેરન્ટીનો સમાવેશ થાય છે. હવે કેજરીવાલે ગુજરાતની મહિલાઓને દર મહિને 1 હજાર રુપિયા આપવાની યોજનાની 5મી ગેરન્ટીની જાહેરાત કરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!