37 C
Ahmedabad
Friday, April 26, 2024

BJP ના નેતાએ પોલીસ સામે સોશ્યલ મીડિયામાં બફાટ કરતા : પોલીસમાં ભારે આક્રોશ,નેતા માફી માંગે નહીં તો ચૂંટણીમાં પરિણામ ભોગવવા BJP તૈયાર રહે


માણસના યુવા નેતા ગુરૂભા અનોડીયાએ પોલીસ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા અધિકારીઓ અને કર્મચારીઓમાં રોષ

Advertisement

દિલ્હીના ચોરે ગુજરાતના ચોરો જોડે સમર્થન માંગ્યું, પોલીસને વાલીયા લૂંટારાની ઉપમા,ગ્રેડ પે વધે તો રોડ પર ગાડીઓ ઉભી રાખી ભિખ માંગતા ચોરો હપ્તાખોરી બંધ કરી દેજો નહીં તો ખાવા વારુ કોઈ નહીં રહે

Advertisement

Advertisement

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે અમદાવાદની મુલાકાત ટાણે ગુજરાતમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને દેશના શ્રેષ્ઠ પોલીસકર્મી કહીં સરાહના કરી પોલીસકર્મીઓએ ગ્રેડ પે અંગે કરેલ આંદોલનને અનુલક્ષી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો પોલીસકર્મીઓને શ્રેષ્ઠ પગાર આપવાની જાહેરાત કરતા ગઈકાલે રાતથી પોલીસકર્મીઓએ વોટ્સઅપ સ્ટેટ્સમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ છવાયા હતા

Advertisement

Advertisement

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસકર્મીઓને ગ્રેડ પે અંગે કેટલાક લોકો ગેરમાર્ગે દોરાતા હોવાનું અને આ મુદ્દે રાજનીતિ કરવી યોગ્ય નથી કહીં રહ્યા છે બીજીબાજુ ભાજપના માણસાના યુવા નેતા ગુરૂભા અનોડીયાએ પોલીસકર્મી સામે પોલીસનું નામ લીધા વગર ચોરો તરીકે આડકતરી રીતે સંબોધી ત્રણ -ચાર પોસ્ટ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરતા આ પોસ્ટના સ્ક્રીનશોર્ટ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા પોલીસકર્મીઓમાં ભારે આક્રોશ છવાયો છે અને તેમને પણ સોશ્યલ મીડિયામાં ભાજપના યુવા નેતાની માફીની માંગ કરી છે

Advertisement

 

Advertisement

Advertisement

ગુજરાતમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓએ માણસાના ભાજપના યુવા નેતા ગુરૂભા અનોડીયાની પોસ્ટને ભાજપની પોસ્ટ તરીકે ગણી ભાજપ સરકારને પોલીસ ચોર લાગે છે તો હવે ચોરની તાકાત પણ ચૂંટણીમાં જોઈ લેજો અને આ નેતા માફી નહીં માંગે તો ચૂંટણીમાં પરિણામ ભોગવવા તૈયાર રહેજોની ગર્ભિત ચીમકી ઉચ્ચારતી સોશ્યલ મીડિયામાં પોસ્ટ પોલીસકર્મીઓ અને અધિકારીઓના ગ્રુપમાં ફરતી થઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!