33 C
Ahmedabad
Monday, May 6, 2024

પંચમહાલ : એસટી બસે રોડ પર એક પરિવારને અડફેટે લીધો, જુઓ હૃદયના ધબકારા ચૂકવી દે તેવો CCTV Video   


પંચમહાલ : એસટી બસે રોડ પર એક પરિવારને અડફેટે લીધો, જુઓ હૃદયના ધબકારા ચૂકવી દે તેવો CCTV Video સલામતીની સવારી ગણાતી એસ,ટી બસે રક્ષાબંધન કરવા જવા નીકળેલા પરિવારને અડફેટે લીધુ,સીસીટીવીમાં ઘટના કેદ થઈ,એકને ઈજા અન્ય સભ્યોનો ચમત્કારીક બચાવ થયો હતો

Advertisement

ગોધરા વડોદરા હાઇવે પાસે બસ ચાલકે બસ ઉપરથી કાબુ ગુમાવતા છ લોકોને અડફેટ માં લીધા હતા જેમાં પાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો. એકને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક ગોધરાના સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા હતા.આ અકસ્માતની સમગ્ર ઘટના નજીક લાગેલા સી.સી.ટીવીમાં કેદ થઈ જવા પામી હતી.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા તાલુકાના સીમલીયા પાલી ખાતે રહેતુ એક પરિવાર પોતાના પરિવારના સભ્યોને લઈને પોતાના દિકરીના ઘરે જઈ રહ્યુ હતુ,તેઓ ગોધરા વડોદરા હાઈવે માર્ગ ઉપર ઉભા રહીને સારંગપુર ગામ જવા બસની રાહ જોઈ રહ્યા હતા,તેવામા હાઈવે માર્ગ પર સડસડાટ રીતે આવતી એસ.ટી બસે ઉભા રહેલા પરિવારે અડફેટમાં લીધુ હતુ,જેમા પાંચ લોકોનો ચમત્કારીક રીતે બચાવ થયો હતો,પણ એ ઈસમને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા તાત્કાલિક 108 સેવા દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.હાલે તેઓ સારવાર હેઠળ છે. આ એસ.ટી બસ બાયડથી વાયા ગોધરાથી પાવાગઢ તરફ જઈ રહી હોવાની વિગતો સુત્રો પાસેથી મળી રહી છે. આ સમગ્ર અકસ્માતની ઘટના સી.સી.ટીવી ફુટેજ વાયરલ થયા છે,જેમા બસની રાહ જોઈને ઉભુ રહેલુ પરિવાર બસની અડફેટમાં ફંગોળાઈ પડે છે.જેમા એક ઈસમ બસની આગળના ભાગ સાથે અથડાઈ ફંગોળાઈ છે,નાની બાળકી પણ ફંગોળાઈ છે,અને એક મહિલા પણ ફંગોળાઈ છે, અકસ્માતમાં કોઈ જાનહાની ન થવા પામી નથી,

Advertisement

સ્પીડ બ્રેકર બનાવાની માંગ
ગોધરાથી વડોદરા જતો હાઈવે સ્ટેટ હાઈવે હોવાથી તે મુંબઈ, દિલ્લી, ઉદયપુર સહિતના મોટા શહેરોને જોડતો હોવાથી અહી મોટી સખ્યામાં વાહનો ધમધમતા રહે છે,આ રોડ પર બેત્રણ અકસ્માતની ઘટનાઓ પણ બની છે,આ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો દ્વારા તંત્રને પણ રોડ પર એક સ્પીડ બ્રેકર મુકવામા આવે તેવી અગાઉ પણ રજુઆત કરી હતી,પણ કોઈ નકકર પરિણામ જવાબદાર તંત્ર દ્વારા જોવા મળ્યુ નથી,આ રસ્તા પર ફરી આ રીતે અકસ્માતમાં કોઈનો જીવ જતા જતા બચ્યો છે, ત્યારે હવે જોવાનુ એ રહ્યુ કે તંત્ર આ મામલે શુ પંગલા લે છે.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!