41 C
Ahmedabad
Sunday, May 19, 2024

અરવલ્લી: નશામાં ચકચૂર બનેલા SRP ડ્રાઇવરે સરકારી વાહનથી બાઈકને ટક્કર મારી બે યુવકો ગંભીર ઈજાગ્રસ્ત, પત્રકાર પર હુમલો


રાજ્યકક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણીના બંદોબસ્તમાં મુકાયેલ SRP જવાન ટલ્લી બની અકસ્માત સર્જી દારૂ બંધીના લીરેલીરા ઉડાડયા

Advertisement

SRP જવાન નશાની હાલતમાં સાર્વજનિક હોસ્પિટલમાં ધમપછાડા કરી હોસ્પીટલ માથે લીધી

Advertisement

અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકોનું કવરેજ કરવા ગયેલ પત્રકાર પર SRP જવાને જીવલેણ હુમલો કરતા ચકચાર

Advertisement

પત્રકાર પર હુમલો થતા સાર્વજનિક હોસ્પિટલમાં મોટી સંખ્યામાં પત્રકારો ઉમટ્યા

Advertisement

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે રાજ્યકક્ષાની ઉજવણીમાં બંદોબસ્તમાં રહેલા એસઆરપી જવાને નશામાં ચકનાચૂર બની સરકારી વાહન હંકારી જીલ્લા સેવાસદન નજીક બાઈકને અડફેટે લેતા બાઈક સવાર મોડાસાના બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાતા ઘટનાનું કવરેજ કરવા ગયેલા પત્રકાર પર અકસ્માત સર્જનાર એસઆરપી જવાને ગડદા પાટુનો માર મારી બેફામ ગાળો બોલતા ભારે ચકચાર મચી હતી બેફામ બનેલા એસઆરપી જવાન સામે પત્રકારોમાં ભારે રોષ ફેલાયો હતો

Advertisement

Advertisement

ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં રાજ્યકક્ષાનો સ્વાતંત્ર પર્વની ઉજવણીના બંદોબસ્તમાં મુકાયેલ એસઆરપી જવાને સરકારી વાહન ભયજનક હંકારી જીલ્લા પોલીસવડા કચેરી નજીક બાઈકને ટક્કર મારતા બે યુવકો અને નશાની હાલતમાં રહેલો એસઆરપી જવાન ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાતા ઘટનાનું કવરેજ કરવા પહોંચેલા પત્રકાર ભરત કડિયાને જોઈ બેકાબુ બની તેમની પર તૂટી પડતા સાથે રહેલા અન્ય એસઆરપી જવાનોએ દારૂના નશામાં માતેલા સાંઢની માફક ભૂરાંટા બનેલ એસઆરપી જવાનને માંડ માંડ કાબુમાં લેતા ભરત કડિયા અને જીલ્લા પોલીસને બેફામ બની બિભસ્ત ગાળો બોલતા હોસ્પિટલમાં ધમાચકડી મચી હતી

Advertisement

નશાની હાલતમાં રહેલા એસઆરપી જવાને પત્રકાર પર હુમલો કરતા મોટી સંખ્યામાં પત્રકારો સાર્વજનિક હોસ્પિટલ દોડી આવ્યા હતા મોડાસા ટાઉન પોલીસ સાર્વજનિક હોસ્પિટલમાં પહોંચી એસઆરપી જવાન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!