30 C
Ahmedabad
Thursday, May 9, 2024

આપણું અરવલ્લી, આપણું પર્વ, સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણીથી મોડાસા રોશનીથી સજ્જ


આ વર્ષે રાજ્ય કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યોજાનારા છે ત્યારે અલગ-અલગ કાર્યક્રમો મોડાસા ખાતે થઇ રહ્યા છે. રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય પર્વની ઉજવણીને લઇને મોડાસા શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ત્રિરંગા લાઈટ્સ લગાવાઈ છે, જેથી મોડાસા શહેર દુલ્હનની જેમ સજી ગયું છે. રાત્રિના સમયે જિલ્લા કલેક્ટર સહિતની કચેરીઓનો નજારો અદભૂત જોવા મળી રહ્યો છે.

Advertisement

સ્વતંત્રતા પર્વની ઉજવણીએ કોઇ એક ધર્મ, એક વ્યક્તિ, એક સમાજની નહીં પરંતુ દેશવાસીઓની છે, અને આ જ ઉજવણીમાં હર કોઇ દેશવાસી જોડાયો છે. આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવને લઇને રાજ્યકક્ષાના 76માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવા મોડાસામાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Advertisement

સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત અરવલ્લી જિલ્લાના તમામ સરકારી મકાનો, રોડ રસ્તા વગેરે ભવ્ય રોશનીથી સુશોભિત કરવામાં આવ્યા છે.રાષ્ટ્રધ્વજના રંગમાં સજીને આ જિલ્લો દેશભક્તિની ભાવના લોકોમાં જાગૃતિ કરી રહ્યો છે.

Advertisement

રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવમણીને લઇને જિલ્લાની કલેક્ટર કચેરી, જિલ્લા પોલિસ વડા કચેરી અને જિલ્લા વિકાસ અધિકારી કચેરીની બિલ્ડિંગ્સ ટ્રાય કલરથી ઝળહળી ઉઠી છે, જેને જોવા માટે શહેરીજનો મોડી રાત્રે પહોંચી રહ્યા છે. આ સાથે જ સેલ્ફી પણ મોબાઈલમાં કંડારી રહ્યા છે. સમગ્ર મોડાસા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.

Advertisement

મોડાસાના સરકારી ઇજનેરી કોલેજ પાસે આવેલ મેદાનમાં 76મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવવામાં આવશે, જેમાં 14 મી ઓગસ્ટ સાંજે 6 કલાકે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.જેમાં 150થી વધૂ કલાકારો પોતાની કૃતિ રજુ કરશે. 15મી ઓગસ્ટના દિવસે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!