38 C
Ahmedabad
Monday, May 20, 2024

અરવલ્લી : શામળાજીના રૂદરડી પાસે 45 ગમનો પાણી પુરી પાડતી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજ્જારો હજ્જારો લીટર પાણીનો વ્યય


રાજ્ય સરકાર દ્વારા પાણીની તંગીથી પીડાતા છેવાડાના ગ્રામ્ય વિસ્તારો સુધી પાણી પહોંચાડવા માટે અબજો રૂપિયાના એંધાણ કરી રહી હોવાછતાં અણધડ વહીવટ અને ભ્રષ્ટાચાર થી ખદબદતા પાણી પુરવઠા તંત્રના ભોગે લોકો ઉનાળામાં પાણી વગર ટળવળતા હોય છે જીલ્લામાં પાણીપુરવઠા તંત્રની બેદરકારી સમયાંતરે બહાર આવતી રહે છે શામળાજીના મેશ્વો ડેમમાંથી 45 ગામને પાણીનો પુરવઠો પૂરો પાડતી પાઈપલાઈનમાં રૂદરડી ગામ નજીક વાલ્વમાં ભંગાણ સર્જાતા હજ્જરો લીટર પાણીનો વેડફાટ થતા લોકોમાં ભારે આક્રોશ છવાયો હતો

Advertisement

શામળાજીના મેશ્વો ડેમમાથી આજુબાજુના 45 ગામડાઓને પાણી પુરવઠા વિભાગ પાઈપલાઈન મારફ્તે પાણી પહોંચાડી રહ્યું છે રૂદરડી ગામ નજીક પસાર થતી પાણીની પાઈપલાઈનના વાલ્વમાં ભંગાણ સર્જાતા પાણીના ફુવારા ઉડ્યા હતા પાણીનો વેડફાટ થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો જવાબદાર તંત્ર દ્વારા પાઈપલાઈના વાલ્વમાં પડેલ ભંગાણનું તાબડતોડ સમારકામ કરવામાં આવેની માંગ પ્રબળ બની છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!