33 C
Ahmedabad
Saturday, May 18, 2024

પંચમહાલ: ગોધરાની સાયન્સ કોલેજ થી તિરંગા યાત્રા વિવિધ માર્ગો પર ફરી, 3000 થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા


ગોધરા શહેરમા આવેલી જાણીતી શેઠ પી ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ઉપક્રમે બારથી વધુ કોલેજોના 3000 થી વધુ વિદ્યાર્થીઓ ઉપરાંત સ્ટાફ મેમ્બરસ હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અંતર્ગત એક વિશાળ મહારેલી માં ભાગ લીધો હતો. સવારે ગોધરાની સાયન્સ કોલેજ થી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા ના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ સાહેબે અને પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળના પ્રમુખ ભુપેશભાઈએ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. ખૂબ જ વરસાદમાં પણ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોનો જોશ અદભુત જોવા મળ્યો હતો. રેલીમાં ભારત માતાકી જય, વંદે માતરમ, હર ઘર તિરંગા જેવા નારાઓ ઉત્સાહ અને ઉમંગ સાથે વિદ્યાર્થીઓ અને જોડાયેલા સ્ટાફ મેમ્બરસે લગાવ્યા હતા.

Advertisement

આ પ્રસંગે કુલપતિ એ રેલીમાં જોડાયેલા ખાસ એનએસએસ એનસીસી અને અન્ય યુવાનોને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમણે જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આ એક અભૂતપૂર્વ દિવસ છે આ ક્ષણ તમે ક્યારેય જીવનભર ભૂલશો નહીં દરેક વિદ્યાર્થીમાં દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના હોવી જોઈએ. તેમણે બધા જ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોનો આભાર માન્યો હતો. કાર્યક્રમમાં રેલી કોલેજથી ગાંધી ચોક અને ત્યાંથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર વિરામ પામી હતી. આ કાર્યક્રમમાં સરકારી કોલેજ મોરવા હડફના આચાર્ય ડો કમલ છાયા, સીમલીયા આર્ટસ કોલેજના આચાર્ય ડો ડી આર અમીન, કોમર્સ કોલેજ ગોધરાના આચાર્ય ડો અરુણસિંહ સોલંકી, લો કોલેજ ગોધરાના ડો અપૂર્વ પાઠક સહિતના જુદી જુદી 12 કોલેજના આચાર્યઓ અને સ્ટાફ મિત્રો વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા આ પ્રસંગે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડો અશ્વિન પટેલ, ઇસી મેમ્બર અને મીડિયા કન્વીનર ડો અજય સોની, એનએસએસ વિભાગના કોર્ડીનેટર ડો નરસિંહભાઈ પટેલ સહિતના મહાનુભાવો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ગોધરા કોલેજના આચાર્ય અને ઇસી મેમ્બર ડો એમ બી પટેલ સાહેબે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને પૂર્વ તૈયારી એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો રૂપેશ નાકર અને સ્પોર્ટ પીટીઆઈ અને એન એસ એસ પીઓ હંસાબેન ચૌહાણએ કરી હતી પ્રોગ્રામના અંતે ડો એમ બી પટેલે સૌનો સહૃદય આભાર માન્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!