38 C
Ahmedabad
Friday, May 10, 2024

સાબરકાંઠા : તલાટી હડતાલથી ગ્રામ્ય વિસ્તારોમાં વહીવટ ખોરવાતાં વિજયનગર તાલુકાના સરપંચોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું


ગ્રામ પંચાયતનો વહીવટી સ્થગિત થતા તલાટી મંત્રી સંવર્ગની હડતાલનું યોગ્ય નિરાકરણ બાબત આજે વિજયનગર તાલુકાના આજુબાજુ ગામના સરપંચો દ્વારા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું

Advertisement

હાલ સમગ્ર ગુજરાત માં તલાટી મંત્રી મંડળ તેઓના પડતર પ્રશ્નોનું વર્ષ 2018 થી અત્યાર સુધી કોઈ નિવારણ ના આવતા તારીખ 02/ઓગષ્ટ 2022 થી અચોક્કસ મુદ્દતે હડતાલ પર ઉતરેલ છે અને આજે 10 મો દિવસ છે અને કેટલી બાબતો હાલ પંચાયતમાં ખોરવાઈ ગઈ છે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે જેને લઈને આજે વિજયનગર તાલુકા ના આજુબાજુ ગામના સરપંચો દ્વારા વિજયનગર મામલતદાર માતંગ નિમાવત તેમજ વિજયનગર તાલુકા વિકાસ અધિકારી ભાર્ગવ સિન્હા ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું

Advertisement

હાલ ની પરિસ્થિતિ જોવા જઈએ તો પોલીસ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન ની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે પંચાયત ના કોઈપણ પ્રકાર ના દાખલ નોકરી માટે મેળવવાના હોય તો કેવી રીતે મેળકી શકાય જેનાથી બાળકોની આવેલ નોકરી હાથ માંથી જતી રહે એવી પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે કેટલા તો પંચાયત માંથી ધ્રુસકે ધ્રુસકે રડતા હોય છે તો શું સરકાર એમના પડતર પ્રશ્નો સમયાંતરે નિવારણ લાવી શકે ખરા કે પછી આ બાળકો ની નોકોરી હાથ માંથી જતી રહશે એ સમય જોઈ રહી છે કે શું એતો આવનારો સમયજ બતાવશે સરકારને જો આ બાળકો પ્રત્ય ધ્યાન દોરે એવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે

Advertisement

તલાટી હડતાળના પગલે વિધવા સહાય વૃધ્ધ પેન્શન સહાય વિગેરે જેવી સમાજ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને જરૂરી ‘ડૉક્યુમેન્ટસ જેવા કે, પેઢીનામું મરણ અંગેનું પ્રમાણપત્ર- પુનઃ લગ્ન નો દાખલો- બી.પી.એલ.નો દાખલા સરકારી નોકરીમાં ભરતી અન્વયે કરી ડોક્યુમેન્ટ્સ જેવા કે, નોન ક્રિમીલેયર સર્ટી – આવકનો દાખલો – જાતિનો દાખલો – ફીમેલ હેલ્થ વર્કર માં લાગેલ મહિલાઓને લગ્ન સર્ટીફિકેટ, શાળાઓમાં બાળકોને જન્મના દાખલા તથા શિષ્યવૃત્તિની કામગીરી શરૂ હોઇ તેમના વાલીઓના આવકના દાખલા તલાટી – ક્રમ મંત્રીઓની હડતાલના કારણે ગ્રામ પંચાયત લેવલે કરવેરા વસુલાત પણ ઠપ લઇ ગયેલ પંચાયત કર્મચારી મંડળના પગાર, લાઇટબીલ વિગેરે તથા ગ્રામ પંચાયતના આકસ્મિક ખર્ચ માટે પણ હાલમાં નાણાંકીય ખલેલ તાલુકાઓમાં એ.ટી.વી.ટી, વિવેકાધીન, એમ.પી. ફંડ એમ એલ એ ફંડ તથા ૧૫મું નાણાપંચ વિગેરે યોજનાઓ અંતર્ગત કરવામાં આવતા તમામ પ્રકારના વિકાસના કામો હાલમાં ઠપ થયા છે

Advertisement

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નક્કી કરવામાં આવ્યા મુજબ હર ઘર તિરંગાની કાર્યક્રમ કરવામાં પણ તલાટી કમ ગ્રામ્ય લેવલે આ કામગીરી અંગેની સુચારુ વ્યવસ્થા થઇ શકેલ નથી. ગામોમાં નલ સે જલની કામગીરીમાં પણ સમચસર ચુકવણા ન થવાને કારણે કામગીરી અટકી પડેલ છે ગ્રામ્ય લેવલે વિવિધ આવાસ યોજનાઓના લાભાર્થીઓના મકાનો પૂર્ણતાને આરે બ્રેક આવાસ યોજના ના બીજો તથા ત્રીજો હપ્તો મેળવવા માટે ગ્રામજનોને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે આવા પ્રકાર ની મુશ્કેલીઓ ગામા પડતી હોવાને કારણે મોટી સંખ્યા સરપંચો હજાર રહી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!