39 C
Ahmedabad
Saturday, May 4, 2024

પોલીસને ગ્રેડ પે નહીં પેકેજની જાહેરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરતા : અરવલ્લી પોલીસે ફટાકડા ફોડી, મોં મીઠું કરાવી હર્ષોત્સવ મનાવ્યો


LRDનો પગાર 3.47 લાખ, કોન્સ્ટેબલનો 4.16 લાખ, હેડ કોન્સટેબલનો- 4.95 લાખ અને ASIને 5.84 લાખ પગાર મળશે

Advertisement

ગુજરાત પોલીસે ગ્રેડ પે ની માંગ સાથે આંદોલન કર્યા હતા અને નારાજગી નો માહોલ સાથે સંયમ પૂર્વક આક્રોશ પણ વ્યક્ત કરતા હતા ત્યારે 75 માં સ્વાતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ગૃહ રાજ્ય મંત્રીએ પોલીસ કર્મીઓ માટે 550 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવતા પોલીસકર્મીઓમાં મહદંશે આનંદ છવાયો હતો આ અંગે ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી માહિતી આપી હતી રાજ્ય સરકારે પેકેજ જાહેર કરતા પોલીસકર્મીઓમાં આનંદ છવાયો હતો અરવલ્લી જીલ્લા પોલીસે રેંજ આઇજી અભય ચુડાસમા અને પોલીસવડાની હાજરીમાં હર્ષોલ્લાસ મનાવ્યો હતો.

Advertisement

Advertisement

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી થઇ રહી છે સ્વાતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ મહામુહીમ રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી શરૂ થઇ હતી ત્યારે પોલીસકર્મીઓ માટે 550 કરોડ પેકેજની જાહેરાત થતા પોલીસકર્મીઓએ ફટાકડા ફોડી એક બીજાના મોં મીઠા કરાવ્યા હતા SP સંજય ખરાતે પોલીસકર્મીઓને મીઠાઈ ખવડાવતા પોલીસકર્મીઓનો આનંદ બેવડાયો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!