29 C
Ahmedabad
Monday, April 29, 2024

વડોદરાની કેમિકલ ફેક્ટરીમાં તૈયાર થતું હતું ખતરનાક ડ્રગ્સ, ATS એ 1000 કરોડ રૂપિયાથી વધારેની ખેપ પકડી


ગુજરાતમાં મોટા પાયે ડ્રગ્સની જપ્તી ચાલુ છે. ગુજરાત ATSએ સાવલીના મોક્સીમાં આવેલી નેક્ટર કેમ કંપનીમાં દરોડા પાડીને લગભગ 225 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે.

Advertisement

ગુજરાત ATSના જણાવ્યા અનુસાર 2 દિવસ પહેલા સુરત ક્રાઈમ બ્રાન્ચને આ મામલે માહિતી મળી હતી. દિનેશ જામનગર અને મહેશ ધોરાજી નામના બે શખ્સો વડોદરા અને આણંદ વચ્ચે ડ્રગ્સનો વેપાર કરે છે અને સાથે જ આ બંનેએ ડ્રગ્સના આ ધંધાની ફેક્ટરી પણ સ્થાપી હોવાનું પણ જાણવા મળ્યું છે.

Advertisement

આ બાતમીના આધારે સૌપ્રથમ સુરતમાંથી મહેશ ધોરાજી અને વડોદરાના પિયુષ પટેલની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી. બંનેની પૂછપરછમાં વડોદરાના સાવલી વિસ્તારમાં એક ફેક્ટરીનો ખુલાસો થયો હતો.

Advertisement

કહેવા માટે સાવલીની આ કંપનીમાં કન્સ્ટ્રક્શન અને મશીન લગાવવાનું કામ ચાલતું હતું, પરંતુ ડ્રગ્સનો ધંધો કરતા આ બે આરોપીઓએ તેને ડ્રગ્સનો ગોદામ બનાવી દીધો હતો. ગુજરાત ATSએ અહીંથી 225 કિલો એમડી ડ્રગ્સ ઝડપ્યું છે. વડોદરામાંથી ઝડપાયેલા રૂ.1125 કરોડના 225 કિલો એમડી ડ્રગ્સનું માપન કરવામાં પોલીસને 18 કલાક જેટલો સમય લાગ્યો હતો.

Advertisement

આશ્ચર્યની વાત એ છે કે નેક્ટર કેમ કંપની કોરોનાના સમયગાળાનો ફાયદો ઉઠાવીને હાઈડ્રોક્લોરોક્વિન દવાની આડમાં માદક દ્રવ્યો બનાવીને અન્ય રાજ્યોમાં સપ્લાય કરતી હતી અને ગુજરાત પોલીસને તેની જાણ સુદ્ધાં નહોતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!