34 C
Ahmedabad
Wednesday, May 15, 2024

અરવલ્લી : આખરે જોખમી ગટરનું સમારકામ થયું, મોડાસા નગર પાલિકાના યુવા કોર્પોરેટરે રાહદારીઓની ચિંતા કરી


અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ઠેર-ઠેર ગટરના ખુલ્લા ઢાંકણાં રાહદારીઓ તેમજ વાહન ચાલકો માટે જોખમી ગણાતા હતા, જોકે મોડાસાના મુખ્ય ચાર રસ્તા પોલિસ ચોકી નજીક વર્ષોથી ગટરનું ખુલ્લુ ઢાંકણ વાહન ચાલકો માટે ભયજનક હતું, જેના સમારકામ માટે કોઇએ વિચાર કર્યો નહોતો, પણ આખરે મોડાસા નગર પાલિકાના યુવા કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન આશિષ ચૌધરી એ આ કામ આખરે પાર પાડ્યું છે. વર્ષોથી જોખમી ગટરનું સમારકામ આખરે કરવામાં આવતા આસપાસના દુકાનદારો તેમજ રાહદારીઓએ રાહનો શ્વાસ લીધો છે.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ મોડાસા નગર પાલિકા વિસ્તારમાં પોલિસ ચોકી નજીક દાયકાઓ સુધી ખુલ્લી ગટર હતી, જેમાં કેટલીયવાર વાહન ચાલકો ખાબક્યા હતા અને રાહદારીઓ માટે જોખમી હતી, પાલિકામાં આ પહેલાની બોડી હતી ત્યારે પણ લોકોએ રજૂઆતો કરી હતી, વર્તમાન બોડીમાં પણ અનેક રજૂઆતો થઇ હતી, પણ આખરે બાંધકામ સમિતીના ચેરમેન આશિષ ચૌધરી એ આ બાબતની ગંભીરતા દાખવી હતી અને ગટર અંગે માહિતી મેળવી હતી. આખરે ખુલ્લી ગટરનું આર.સી.સી. કામ કરીને રાહદારીઓ અને વાહન ચાલકો માટે સુરક્ષિત કરવામાં આવી છે.

Advertisement

Advertisement

મોડાસા નગર પાલિકાના યુવા કોર્પોરેટર આશિષ ચૌધરી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ પ્રકારની શહેરમાં ખુલ્લી ગટરો ઢાંકવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરાવામાં આવશે, જેથી કોઇપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાયા. લોકોની સુરક્ષા તેમજ સુખાકારીની જવાબદારી મોડાસા નગર પાલિકાની છે, અને આવા પ્રશ્નોનનું ઝડપીથી નિરાકરણ આવે તેવા પણ પ્રયાસો કરવામાં આવનાર છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!