28 C
Ahmedabad
Tuesday, May 14, 2024

જાતિવાદ આતંકનો ભોગ બનેલ રાજસ્થાનના માસુમ બાળકના હત્યારાને ફાંસીની માંગ : અરવલ્લી જય ભીમ ફાઉન્ડેશને કલેકટરને આવેદનપત્ર


જીલ્લા કલેકટર પરિસરમાં હમે ચાહિયે જાતિવાદ સે આઝાદીના નારા ગુંજયા

Advertisement

રાજસ્થાનના જાલોરના ગ્રામ્ય વિસ્તારમાં અનુ.જાતિના વિદ્યાર્થીએ શિક્ષકના માટલા માંથી પાણી પિતા શિક્ષકે માર મારતા મોત નીપજ્યું હતું

Advertisement

મૃતક બાળકના પરિવારને રાજસ્થાન સરકાર 1 કરોડ અને પરિવારના બે સભ્યોને સરકારી નોકરી આપવામાં આવેની માંગ

Advertisement

હાલ સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે દેશની આઝાદીના 75 વર્ષ પછી પણ જાતિવાદી અસમાનતા દૂર થઇ શકી નથી અગમ્ય કારણોસર જાતિવાદી માનસિકતામાં નોંધપાત્ર વધારો થયો છે દેશના ખૂણેખૂણામાં દલિતો પર સતત અત્યાચારો થઇ રહ્યા છે

Advertisement

રાજસ્થાનના જાલોરમાં બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત અરવલ્લી જીલ્લામાં જોવા મળી રહ્યા છે .વિદ્યાર્થીએ શિક્ષકના માટલામાંથી પાણી પીતા તેને ઢોર માર મર્યો હતો જેને પગલે બાળકને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી બાળકને સારવાર અર્થે અમદાવદની હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં માસુમ બાળકે સારવાર દરમ્યાન દમ તોડયો હતો. તે ઘટનાને લઈને ગુજરાત ભરના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અરવલ્લી જીલ્લા ભીમ ફાઉન્ડેશન અને અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી માસુમ વિદ્યાર્થીને ઢોર માર મારી હત્યા કરનાર શિક્ષકને ફાંસીની સજા કરવામાં આવેની માંગ કરી હતી દેશમાં સતત દલિત સમાજ પર થતા અમાનુષી અત્યાચાર પર રોક લગાવામાં આવેની ઉગ્ર માંગ કરી હતી.

Advertisement

શું છે સમગ્ર મામલો વાંચો
સુરાણા ગામના સરસ્વતી વિદ્યામંદિરમાં ધો-3 માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ સમાજના બાળકને સ્કૂલના સંચાલક છૈલ સિંહે પોતાના માટલામાંથી પાણી પીવા બદલ સખત માર માર્યો હતો અને જ્ઞાતિસૂચક શબ્દોથી અપમાનિત પણ કર્યો હતો શિક્ષકના મારથી ગંભીર બનેલ બાળકને બચાવવા રાજસ્થાન સહીત ગુજરાતની હોસ્પિટલોમાં સારવાર લીધી હતી અને આખરે છેલ્લે ઈંદ્ર કુમાર મેઘવાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!