38 C
Ahmedabad
Tuesday, May 7, 2024

“પોલિસ કર્મી શહીદ થાય તો 1 કરોડની સહાય આપીશું”, આર્મી જવાનોના પરિવારજનોને 10 દિવસમાં સહાય ચુકવવા કેજરીવાલની રાજ્ય સરકારને અપીલ


ગુજરાતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેટલાય મુદ્દાઓ પર વાત કરી છે તેમણે શહીદ જવાનોના પરિવારજનોને 1-1 કરોડ રૂપિયાની સહાય ચુકવવાની જાહેરાત કરી છે તો પોલિસનો જવાનો કોઇ ઓપરેશનમાં શહીદ થાય તો પણ આવા પરિવારજનોને 1 કરોડ રૂપિયાની સહાય આમ આદમી પાર્ટીની સરકાર આપશે. અરવિંદ કેજરીવાલે મીડિયા સાથેની વાતચીતમાં વિવિધ જાહેરાતઓ વિધાનસભાની ચૂંટણી પહેલા કરી છે.

Advertisement

ગુજરાતની મુલાકાલે આવેલા કેજરીવાલે જણાવ્યું કે, તેઓ ગુજરાત આવ્યા હતા ત્યારે પૂર્વ સૈનિકો પ્રદર્શન  કરી રહ્યા હતા, ત્યારે તેમણે કહ્યું કે, શહીદ થયેલા જવાનોને યોગ્ય સહાય નથી આપવામાં આવતી. ત્યારે તેમણે ગુજરાતમાં પણ શહીદ જવાનોના પરિવારજનોને 1 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. પણ આડકતરી રીતે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, તેમની જાહેરાત પછી ગુજરાત સરકારે પણ શહીદ જવાનોના પરિવારજનોને આ સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે સીધી રીતે કહ્યું કે, ભાજપ શાસિત કોઇપણ રાજ્યમાં આવી જાહેરાત નથી ત્યારે આગામી દસ દિવસમાં શહીદ જવાનોના પરિવારજનોને આ સહાય ચુકવવામાં આવે.

Advertisement

આ સાથે જ તેમણે એ પણ જાહેરાત કરી કે, જો કોઇ પોલિસ કર્મચારી ઓપરેશનમાં શહીદ થાય છે તો તેમના પરિવારજનોને 1 કરોડ રૂપિયાની સહાય ચુકવશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!