33 C
Ahmedabad
Saturday, May 18, 2024

વૃદ્ધા દીકરીને ત્યાં રોકવા ગયા ઘરમાં ખાતર પડ્યું : મોડાસાની મધુવન સોસાયટીમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, હજ્જારોની ચોરી કરી ફરાર


અરવલ્લી જીલ્લામાં ઘરફોડ ચોરી કરતી ગેંગ અને તસ્કર ટોળકી ખાખીને ખુલ્લેઆમ ચેલેન્જ આપી રહી હોય તેમ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સમયાંતરે ત્રાટકી બંધ દુકાન અને મકાનમાં ત્રાટકી ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે જીલ્લા પોલીસતંત્રની એલસીબી, એસઓજી શાખાઓ ચોર ટોળકી સામે પનો ટૂંકો પડી રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે મોડાસા શહેરના બાયપાસ રોડ પર મધુવન સોસાયટીમાં બંધ મકાનમાં ચોર ગેંગ ત્રાટકી સોનાની ચેઇન અને રોકડ રકમ લઇ રફુચક્કર થઇ જતા વૃદ્ધા પર આભ તૂટી પડ્યું હતું ચોરીની ઘટનાના પગલે રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

Advertisement

મોડાસાની મધુવન સોસાયટીમાં કૈલાશબેન પંડ્યા નામના વૃદ્ધા તેમની દીકરીના ઘરે મકાનને લોક કરી રાત્રી રોકાણ કરવા માટે જવું ભારે પડ્યું છે તેમના બંધ મકાનમાં રવિવારે રાત્રે તસ્કરો ત્રાટકી ઘરમાં રહેલા કબાટમાં તોડફોડ કરી અંદર થી સોનાની ચેઇન અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા પાડોશીએ મકાનના દરવાજાનું લોક તોડેલું જોતા વૃદ્ધાને જાણ કરતા ઘરે પહોંચ્યા હતા ઘરમાં રાખેલ રોકડ રકમ અને સોનાની ચેઇનની ચોરી કરી કબાટમાં તોડફોડ કરતા વૃદ્ધા આઘાતમાં સરી પડ્યા હતા આ અંગે મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી ફરિયાદ નોંધવા તજવીજ હાથધરી હતી

Advertisement

મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં તસ્કરો બેફામ બનતા નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવેની માંગ પ્રબળ બની છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!