32 C
Ahmedabad
Saturday, April 27, 2024

અરવલ્લી ક્ષત્રિય ઠાકોર સેનાનું કલેકટરને આવેદન : વરસાદમાં નુકશાન થતા સર્વે કરી વળતરની માંગ અને તલાટી હડતાળથી પડતી હાલાકી દૂર કરો


વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે સામાજિક સંગઠનો સક્રિય થયા છે અરવલ્લી જીલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાએ જીલ્લામાં ખાબેકેલ સાંબેલાધાર વરસાદના પગલે ખેતીને નુકશાન થતા અને તલાટીઓ હડતાલ પર ઉતરતા ગ્રામ પંચાયતની વહીવટી કામગીરી ઠપ્પ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવેની માંગ સાથે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું

Advertisement

અરવલ્લી જીલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ સંજયસિંહ ઠાકોર અને તેમની ટીમે જીલ્લા કલેકટર ર્ડો.નરેન્દ્ર મીણાને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે થોડા દિવસ પહેલા વરસેલા વરસાદે તારાજી સર્જાતા ખેતી પાક અને ઘાસચારાને ભારે નુકશાન થતા ખેડૂતોની હાલત દયનિય બની છે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરી કુદરતી આફતનો ભોગ બનેલા ખેડૂતોને સહાય ચુકવવામાં આવેની માંગ કરી હતી.

Advertisement

હાલ સમગ્ર રાજ્યમાં તલાટીઓ હડતાળ પર ઉતર્યા છે અરવલ્લી જીલ્લાની ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા તલાટીઓ પણ હડતાળ પર હોવાથી ગ્રામ પંચાયતની વહીવટી કામગીરી ખોરવાઈ છે આવકના દાખલા માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરતા લોકોની હાલાકી મહંદઅંશે ઓછી થઇ છે તો અન્ય કામગીરી જેવી કે જાતીના દાખલા, ડોમેસાઇલના દાખલા, નોન ક્રિમીલીયર તથા રેશન કાર્ડ ની કામગીરી જેવી વિવિધ ગ્રામ પંચાય ને લગતી કામગીરી માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવેની માંગ કરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!