36 C
Ahmedabad
Saturday, May 4, 2024

પરિવારનું હૈયાફાટ રૂદન જુઓ VIDEO : જૂનાગઢ વંથલી બાયપાસ નજીક એક્ટીવાને આડે આખલો ઉતર્યો, એકના એક પુત્રનું મોત


કરણસિંહ પરમાર, જૂનાગઢ
થોડા વર્ષ અગાઉ પતિના મૃત્યુ પછી એક ના એક જુવાનજોધ પુત્રનું રખડતા પશુએ ભોગ લીધો
એક્ટિવા પર મઢડા દર્શન કરી પરત ફરતા 19 વર્ષીય યુવકને આડે આખલો ઉતરતા ટક્કર થી મોત

Advertisement

ગુજરાતમાં રખડતા પશુઓ અનેક નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓના જીવ લઇ રહ્યા છે સરકાર કે સ્થાનિક પ્રશાસન રખડતા ઢોરને કાબુમાં લેવામાં સરેઆમ નિષ્ફ્ળ રહેતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે જૂનગાઢના વંથલી બાયપાસ રોડ પર મઢડા દર્શન કરી પરત ફરતા 19 વર્ષીય યુવકની એક્ટિવા વચ્ચે આખલો આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાતા યુવકનું પ્રાણપંખેરું ઉડી જતા ભારે ચકચાર મચી હતી એકના એક પુત્રનું મોત થતા માતા અને પરિવારજનોએ આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી.

જૂનાગઢના મધુરમમાં રહેતો હિરેન ભાનુભાઇ પરમાર નામનો યુવક તહેવારોના પગલે એક્ટિવા લઇ મઢડા દર્શન કરી પરત ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે વંથલી બાયપાસ રોડ પર સ્વામી ગુરુકુળ રોડ પર અચાનક ભુરાંટો બનેલો આખલો દોડી આવતા એક્ટિવા આખલા સાથે ભટકતા યુવક રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજતા માતાએ હૈયાફાટ રુદન કરતા સમગ્ર પરિસરમાં શોકની લાગણી છવાઈ હતી યુવકના પિતાનું થોડા વર્ષો પહેલા મોત થયું હતું જે બાદ હવે પુત્રનું મોત થતા માતા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. એકના એક પુત્રના મૃત્યુથી માતા સહિત પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!