37 C
Ahmedabad
Monday, April 29, 2024

ભાજપે સાબરકાંઠામાંથી 2 વિકેટ પાડી, હવે અરવલ્લી તો નહીં ને… ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો


ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષોમાં ભરતી મેળાઓ વધુ તેજ બની રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસના બીજા નેતા મહેન્દ્રસિંહ બારૈયાએ ભાજપની ટોપી પહેરી લીધી છે.

Advertisement

પ્રાંતિજ કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેંદ્રસિંહ બારૈયે પોતાના સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે મહેંદ્રસિંહ બારૈયાએ ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. મહેંદ્રસિંહ બારૈયાની સાથે પૂર્વ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ મણીભાઈ પટેલ, તલોદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અમરસિંહ ઝાલા, પ્રાંતિજ સમિતિના પૂર્વ પ્રમુખ અમરીશ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા. જિલ્લા યુવા કૉંગ્રેસ પ્રમુખ દેવ પટેલ, તલોદ શહેર કૉંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ દેસાઈ પણ ભાજપમાં જોડાયા હતા. તલોદ એપીએમસીના પૂર્વ ચેયરમેન વિનુભાઈ પટેલ, હરસોલ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ રાજુભાઈ રાવલ, પ્રાંતિજ એલસી સેલના પૂર્વ ચેયરમેન હરેશભાઈ રાઠોડ પણ ભાજપમાં જોડાયા હતા.

Advertisement

આ પહેલા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે પણ ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો ત્યારે પ્રાંતિજના કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ પણ ભાજપનો ખેસ ધારણ કરી લેતા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડશે તેવું લાગી રહ્યું છે.

Advertisement

હવે અટકળો એવી પણ લાગી રહી છે તો ભાજપની નજર અરવલ્લી જિલ્લામાં છે કારણ કે, અરવલ્લી જિલ્લાની ત્રણેય બેઠક પર કોંગ્રેસનો કબજો હતો, જેમાંથી ભિલોડા બેઠક પરના દિવંગત નેતા અનિલ જોષિયારાના પુત્ર તો ભાજપમાં જોડાઈ ગયા પરંતુ હવે મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર ભાજપમાં જોડાશે કે કોંગ્રેસના વફાદાર રહેશે તેના પર લોકોની નજર છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!