33 C
Ahmedabad
Tuesday, April 30, 2024

હવે શિક્ષકો આંદોલનના માર્ગે : 3 સપ્ટેમ્બરથી આંદોલનાત્મક કાર્યક્રમો પછી પડતર માંગણીઓ અંગે અચોક્કસ મુદતની હડતાળની ચીમકી


AAP ના અરવિંદ કેજરીવાલ ગુજરાતની સતત મુલાકાત કરી સરકારી કર્મીઓને યોગ્ય પગાર આપવાની અનેક વાર જાહેરાત કરતા સરકારને મૂંઝવણમાં મૂકી દીધી છે
રાજ્ય સરકારની વારંવાર હૈયાધારણા પછી પણ શિક્ષકોની જૂની પેંશન યોજના સહીત અન્ય પડતર માંગણીઓનું હકારાત્મક નિરાકરણ ન આવતા શિક્ષકોમાં આક્રોશ

Advertisement

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્યમાં ફરજ બજાવતા સરકારી કર્મીઓ ગ્રેડ પે સહીત જૂની પેંશન યોજના લાગુ કરવા સહીત અન્ય માંગણીઓને લઈને સરકાર સામે બાંયો ચઢાવી છે પોલીસ કર્મીઓ માટે પેકેજની જાહેરાત પછી આરોગ્ય અને વનકર્મીઓએ હડતાળનો માર્ગ અપનાવ્યો છે સરકાર માંડ માંડ તલાટી હડતાળ સમેટવામાં સફળ રહી છે ત્યારે પ્રાથમિક શિક્ષકોએ તેમની પડતર માંગણીઓને લઈને રણશિંગુ ફૂંકવાની જાહેરાત કરી આંદોલનાત્મક કાર્યક્રમો આપી ન્યાય નહીં મળે તો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે
ગુજરાત રાજ્ય પ્રાથિમક શિક્ષણ સંઘ દ્વારા જીલ્લા અને તાલુકાના પ્રમુખ અને મંત્રી તેમજ હોદ્દેદારોને પત્ર લખી જૂની પેંશન યોજના લાગુ કરવા અને અન્ય પડતર માંગણીઓ અંગે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળએ સરકારમાં વારંવાર રૂબરૂ મુલાકાત કરી રજુઆત કરવા છતાં હકારાત્મક નિરાકરણ ન મળતા આગામી સપ્ટેમ્બર મહિનામાં આંદોલનત્મક કાર્યક્રમો કરવા અને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવા હાંકલ કરી છે

Advertisement

આંદોલનત્મક કાર્યક્રમો કઈ કઈ તારીખે અને ક્યાં કરવા વાંચો
1)3 સપ્ટેમ્બર- તમામ જીલ્લામાં રેલી અને કલેકટરને આવેદનપત્ર
2)11 સપ્ટેમ્બર- રાજ્ય ઝોન કક્ષાએ રેલી અને કલેકટરને આવેદનપત્ર
3)17 સપ્ટેમ્બર- રાજ્યના તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરશે
4)22 સપ્ટેમ્બર -રાજ્યના તમામ કેડરના કર્મીઓની પેન ડાઉન
5)30 સપ્ટેમ્બર -સમગ્ર રાજ્યમાં અચોક્કસ મુદતની હડતાળ

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!