37 C
Ahmedabad
Tuesday, May 21, 2024

‘આપ’નું ભરતી કેલેન્ડર, 10 લાખ લોકોને મળશે નોકરી, નોકરી ન મળે ત્યાં સુધી બેરોજગારી ભથ્થુ


ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ લોકો સુધી પહોંચવાનો અથાગ પ્રયાસ કર્યો છે. પરિવર્તનની નેમ સાથે આમ આદમી ધમાકેદાર પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. સોમવાર 22 ઓગસ્ટના રોજ આરોગ્યલક્ષી ગેરંટી આપ્યા પછી હવે બેરોજગારો માટે સરકારી નોકરીની જાહેરાતો કરી દીધી છે, જેમાં શિક્ષક, તલાટી, પોલિસ સહિત અલગ અલગ વિભાગોમાં ભરતીની જાહાર

Advertisement

દિલ્લીના સીએમ હાલમાં ગુજરાત પ્રવાસે છે. આજે તેમણે ભાવનગરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતીને લઈને મહત્વની જાહેરાત કરી છે. આ મામલે અરવિંદ કેજરીવાલે ભરતી કેલેન્ડર વિશે પણ વાત કરી છે.

અરવિંદ કેજરીવાલનું ભરતી કેલેન્ડર

ડિસેમ્બરમાં સરકાર બનશે
ફેબ્રુઆરીમાં તલાટીની પરીક્ષા
એપ્રિલમાં પોસ્ટિંગ
મેં મહિનામાં ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા
જુલાઈમાં રિઝલ્ટ
જુલાઈમાં જેટલા શિક્ષકો હશે તે તમામને પૂછીને જ જગ્યાની પસંદ કરવામાં આવશે
ઓગસ્ટમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ ઉપર પરીક્ષા
નવેમ્બર માં PSI અને ASIની પરીક્ષા
ડિસેમ્બરમાં તમામ જગ્યાઓ ઉપર PSI અને ASIનું પોસ્ટિંગ

Advertisement

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અવિંદ કેજરીવાલે ગુજરાતના તમામ યુવાનોને 5 વર્ષમાં સરકારી નોકરીઓ આપવાની જાહેરાત કરી છે.આ સાથેજ જ જ્યાં સુધી નોકરીઓ નહીં મળે ત્યાં સુધી 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. 10 લાખ સરકારી નોકરી આપવાની કેજરીવાલે જાહેરાત કરી છે. આ ઉપરાંત પેપર લીક થવા અંગે કડક કાયદો બનાવવાની પણ કેજરીવાલે જાહેરાત કરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!