28 C
Ahmedabad
Thursday, May 2, 2024

અરવલ્લી: માલપુર તાલુકા ભાજપ પ્રમુખની શિક્ષણ મંત્રીને રજૂઆત, “TPEO હાજર નથી રહેતા”


અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા પંચાયત ના પ્રમુખ સંજયભાઈ પટેલે રાજ્યના શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત કરી છે કે માલપુર તાલુકા પંચાયત શિક્ષણ વિભાગનો વહીવટ ખાડે ગયો છે. તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી તાલુકા પંચાયતમાં હાજર ના રહેતાં છેવટે ખુદ તાલુકા પંચાયત પ્રમુખે જિલ્લા શિક્ષણ વિભાગને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ પરિણામ નહીં આવતાં ના છૂટકે રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખવાની ફરજ પડી છે.

Advertisement

માલપુર તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ પટેલે પત્રમાં વધુમાં જણાવ્યા મુજબ માલપુર તાલુકા પંચાયતમાં 700 ઉપરાંત પ્રાથમિક શિક્ષકોનું મહેકમ હોવા છતાં પ્રાથમિક શિક્ષણ અધિકારી હાજર ન રહેતાં શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણના બીલો, તેમજ પુરવણી, વિવિધ બિલોની કામગીરી ટલ્લે ચડી છે.
તાલુકા પંચાયત પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી મોટાભાગે બંધ રહેતી હોવાની પણ પત્રમાં ધારદાર રજૂઆત કરી છે વારંવાર જિલ્લા શિક્ષણ વિભાગને રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં ના આવતાં શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે તાલુકા પંચાયતમાં ટીપીઓ અને ક્લાર્કની કાયમી જગ્યા ભરવા પણ માંગ કરવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!