38 C
Ahmedabad
Monday, May 6, 2024

છોટા ઉદેપુર: જગતના તાત પર કાળા મથાના માનવીનો ઘા, ખેતરમાં 2244 છોડ ઉખાડી નાખતા પોલિસ ફરિયાદ


અમિત શાહ, છોટા ઉદેપુર
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી પંથકમાં ખેડૂતના ખેતરમાં છોડ કોઇએ ઉખાડી ફેંકી દેવાની ઘટના સામે આવી છે, ભારે મહેતન કરતા ખેડૂત પર કુદરતના મારનો ઘા હજુ પુરાયો નથી ત્યાં તો કાળા માથાના માનવીના ઘાં વાગ્યા છે. પાલસર ગામના ખેડૂત લલ્લુભાઇ ચીમન ભાઈ રાઠવા તેમના બાપ દાદાની જમીન ખોડીયા ગામની સીમમાં આવેલ હોઇ આ 11 એકરમાં કપાસનું વાવેતર કર્યું હતું. દરમિયાન મંગળવારે લલ્લુભાઇ રાઠવાના ખેતરમાં તેમના પુત્રની પત્ની અને અન્ય ખેડૂત ઘાસનું નિંદામણ કરી ઘરે ગયા હતા.

Advertisement

બુધવારે સવારે ખેડૂત મહિલા સરલાબેન ખેતર પર પહોંચતાં જ કપાસના ખેતરમાં ઉગેલા છોડ મોટી માત્રામાં ઉખાડેલા જમીન પર પડ્યા હતા. આથી સરલાબેને તેમના પરિવારને જાણ કરી હતી. બાદ નસવાડી પોલીસ સ્ટેશને તેમના ખેતરના 12 ચાસમાં ઉગેલ 2244 કપાસના છોડ કોઈ વ્યક્તિઓએ ઉખાડી નાખ્યા અંગે ફરિયાદ આપી હતી. નસવાડી પોલીસે ખેતરમાં જઈ પૂછપરછ હાથ ધરી કપાસના ઉખાડી નાખેલા છોડ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી.

Advertisement

ભોગ બનનાર ખેડૂતો પોલીસમાં ફરિયાદ આપી છે અને આરોપી હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મારી માંગ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!