28 C
Ahmedabad
Thursday, May 2, 2024

અરવલ્લી : ત્રિરંગો લગાવવા ગયેલા યુવકના મોતને લઇને AAP ની માંગ, “પરિવારજનોને સહાય ચુકવાય”


અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર દેશમાં આઝાદી ના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, પણ મોડાસામાં એક એવી ઘટના ઘટી હતી કે, જેનાથી દેશ પ્રેમ માટે એક યુવકે જીવ ગુમાવવો પડ્યો હતો. મોડાસાના કોલેજ રોજ પર ત્રિરંગો લગાવવા જતાં વીજ કરંટ લાગતા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતાં આર્થિક સહાય માટે માંગ કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે. મોડાસા શહેર આપ કાર્યકરો અને આગેવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો. આ બાબતે સરકાર અને તંત્ર એ ગંભીરતા દાખવી પરિવારજનોને આર્થિક સહાય આપવાની માંગ કરી છે.

Advertisement

Advertisement

14 ઓગસ્ટ ના દિવસે કોલેજ રોડ પર આવેલ પી.બી સુપર માર્કેટ ની બાજુમાં આવેલ અનારવાલા ની ખાલી પડેલ જગ્યા આગળ લાગેલ સાઇન બોર્ડ પર તીરંગો લગાવવા માટે અબરાર સિધવા ચડ્યો હતો. જે દરમ્યાન વિજ ભાગના તારને અડકી જતા શોક લાગતા નીચે પટકાયો હતો.કરંટ તેની જમણી પાંસણી માં થી બહાર નિકળી ગયો હતો જોકે અબરાર ને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને સારવાર અર્થે સાર્વજનીક હોસ્પિટલ માં ખસેડાયો હતો. જોકે ત્યારબાદ અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અબરારને બ્રેન હેમરેજ થતા છેલ્લા સાત દિવસ થી કોમામાં હતો અને આખરે શનિવારે સવારે આખરી શ્વાસ લેતા પરિવાર પર આભ ફાટ્યુ હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!