30 C
Ahmedabad
Thursday, May 2, 2024

વાંચો…રાજકીય નેતાઓનું ઑફસ ઑફ પ્રૉફિટ…


ભારત દેશમાં નેતાઓ ચૂંટણી સમયે જનતાની સેવા કરવાનાં મોટામોટા વચનો આપતા હોય છે. પ્રચાર સમયે એટલા બધા કમરમાંથી જુકીને પ્રચાર કરે છે કે કોઈ યોગ કે કસરત વગર ચૂંટણી જીતી જાય તો પાંચ વર્ષે તેમની તંદુરસ્તીને કોઈ હાનિ પહોંચતી નથી.
શરીરથી ફીટ અને સત્તામાં હિટ રહે છે…

Advertisement

ભારત દેશમાં કાયદાઓ પ્રજાની સગવડતા માટે અને સુચારું વહીવટ ચાલે તેમજ સમાજ જીવનમાં શાંતિ સ્થપાય માટે ઘડવામાં આવે છે કોઈ જરૂરિયાત જણાય તો તેમાં સમયની માંગ સાથે સુધારા પણ કરવામાં આવે છે.

Advertisement

ભારતમાં જન પ્રતિનિધિ અધિનિયમ 1951 ની કલમ 9 અનુસાર ચૂંટાયેલા પ્રતિનિધિ કોઈ પદ પર હોય તો તે પદનો દુરુપયોગ કરીને નાણાકીય લાભ અથવા આર્થિક લાભ કે સીધો સત્તાનો પોતાના ખાનગી લાભ માટે કરી શકે નહિ.

Advertisement

આ કાયદો અમલી હોવા છતાં કાયદો અમલી બન્યો ત્યારથી કેટલાક નેતાઓ સત્તાનો દુરુપયોગ કરીને પોતાની કોઈ કંપની હોય કે સંસ્થા હોય અથવા કોઈ સંસ્થાનાં સભ્ય પદે હોય તેને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લાભ પહોંચાડી ને આર્થિક ફાયદો કરે છે. આવા ઘણા કિસ્સાઓ બનતા હોય છે પણ જયારે આ પ્રકારની અરજી ચૂંટણી પંચમાં કરવામાં આવે ત્યારે ચૂંટણી પંચ આવા કેસમાં તપાસ કરીને યોગ્ય નિર્ણય કરે છે. ભારતમાં ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા હોવાથી નેતાઓની સત્તા પણ ગુનેગાર થતા બચતા રોકી શકતા નથી.

Advertisement

આવો જ એક કિસ્સો ઝારખંડ રાજ્યમાં પ્રકાશમાં આવ્યો છે જેમાં આ રાજ્યના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની ખુરશીને આંચ આવે તેમ છે.એક ખનન પટ્ટા નાં કિસ્સામાં મુખ્યમંત્રીનાં પરિવારનાં સગાંને સીધો આર્થિક ફાયદો થયો છે તે સાબિત થયું છે.ચૂંટણી કમિશ્નરે તે રાજ્યના રાજ્ય પાલ ને અહેવાલ મોકલી આપ્યો છે.

Advertisement

પદ હોય તો ઘણા લાભ મેળવી શકાય છે….. લાભનું પદ તો હોય જ છે…. તે તો સૌ જાણે જ છે……

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!