36 C
Ahmedabad
Saturday, April 27, 2024

કચ્છ : PM મોદીની મુલાકાત ટાણે હરામી નાળા વિસ્તારમાંથી શંકાસ્પદ બોટ જોવા મળતા ભુજની BSF ટીમે જપ્ત કરી, ફિશરીંગ બોટનો ખુલાસો


વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ આવી રહ્યા છે બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનના ગણતરીના કલાકો પહેલા ભારત-પાકિસ્તાનની દરિયાઈ સીમા પાસે આવેલા હરામીનાળા ખાડીમાં એક શંકાસ્પદ બોટ ભારતીય સરહદ પર ધસી આવતા ભુજ બોર્ડર સિક્યુરિટી ફોર્સે બોટને જપ્ત કરી તલાસી લેતા બોટ ફિશીરીંગ બોટ હોવાનો ખુલાસો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો

Advertisement

પાકિસ્તાની માછીમારો વારંવાર ભારતીય સીમાં ઘૂસણખોરી કરતા હોય છે. ભૂતકાળમાં પણ બોર્ડર સિક્યોરિટી ફોર્સ ના જવાનોએ કેટલાંક પાકિસ્તાની માછીમારોને ઝડપ્યા છે અને કેટલીક બોટો પણ કબજે કરી છે
ત્યારે શુક્રવારે ભુજ BSF ની પેટ્રોલિંગ ટીમે હરામીનાળા વિસ્તારમાં એક પાકિસ્તાની માછીમારી બોટને પાકિસ્તાન તરફથી ભારતીય બાજુમાં આવતી જોતા સતર્ક બની ગયા હતા અને જપ્ત કરી હતી

Advertisement

Advertisement

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ચોમાસાના વરસાદને કારણે હરામીનાળામાં પાણીનું સ્તર વધવાથી અને જોરદાર પવનને કારણે પાકિસ્તાની બોટ તેના સ્થાનેથી દુર થઈને ભારતીય સરહદમાં આવી ગઈ હતી. સતર્ક BSF પેટ્રોલિંગ તરત જ ઘટનાસ્થળે પહોંચી આંતરરાષ્ટ્રીય સરહદ નજીક હરામીનાલા પાસેથી પાકિસ્તાની ફિશિંગ બોટ (એન્જિન ફીટ) જપ્ત કરી હતી જપ્ત કરાયેલ બોટની સઘન તપાસ કરવામાં આવી હતી. બોટમાંથી માછીમારીની જાળ, જેરીકેન, બરફ સાથેના આઇસ બોક્સ અને માછીમારીના સાધનો સિવાય કશું જ શંકાસ્પદ ચીજવસ્તુ ન મળતા બીએસએફએ રાહતનો શ્વાસ લીધો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!