33 C
Ahmedabad
Friday, April 26, 2024

Asia Cup: ટીમ ઈન્ડિયાએ રોમાંચક મેચમાં 5 વિકેટે જીત મેળવી, પંડ્યા બન્યો જીતનો હીરો


એશિયા કપની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું. આ જીતની સાથે જ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે છેલ્લા T20 વર્લ્ડ કપમાં હારનો ખાતું સાફ કરી દીધું છે. જીતનો હીરો હાર્દિક પંડ્યા હતો. આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 19.5 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જેના જવાબમાં ભારતે 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

Advertisement

ભારતીય ટીમની જીતનો સૌથી મોટો હીરો બન્યો હાર્દિક પંડ્યા. તેણે પહેલા અદ્ભુત બોલિંગ કરતા ત્રણ વિકેટ લીધી, પછી દબાણની ક્ષણોમાં 33 રનની તોફાની ઇનિંગ રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. ટીમ ઈન્ડિયાની જીતમાં પંડ્યા ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. જાડેજાએ 35 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

Advertisement

ભારતીય ટીમની શરૂઆત નબળી રહી
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખાસ રહી ન હતી. ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ બીજા બોલ પર શૂન્ય રન બનાવીને આઉટ થયો હતો. તેને નસીમ શાહે બોલ્ડ કર્યો હતો. આ જ ઓવરમાં વિરાટ કોહલીનો કેચ શૂન્ય પર પડયો હતો.

Advertisement

જોકે બાદમાં રોહિત શર્મા (12) અને વિરાટ કોહલી (35)એ ટીમની કમાન સંભાળી હતી. બંનેએ બીજી વિકેટ માટે 49 રન જોડ્યા હતા. જોકે, બંને 3 રનના અંતર બાદ આઉટ થયા હતા. આ પછી રવિન્દ્ર જાડેજા અને પછી હાર્દિક પંડ્યાએ આગેવાની લીધી અને ટીમને જીત અપાવી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!