31 C
Ahmedabad
Wednesday, May 8, 2024

ICDS વિભાગના કર્મચારીઓએ ચઢાવી બાંયો, એક દિવસની માસ CL પર ઉતર્યા, 22 સપ્ટેમ્બરથી ધરણાની ચીમકી


સમગ્ર રાજ્યમાં આઈ.સી.ડી.એસ.વિભાગન ક્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઇને બાંયો ચઢાવી હોય તેવું લાગે છે. 13 જેટલી માંગણીઓને લઇને કલેક્ટરને આવેદન પત્ર આપવાનો સમગ્ર રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગ્રેડ પે, જૂની પેન્શન યોજના સહિતના અલગ-અલગ માણણીઓનો સમાવેશ થાય છે.

Advertisement

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે પણ આઈ.સી.ડી.એસ.વિભાગન કર્મચારીઓએન એક દિવસની માસ સી.એલ. પર ઉતરી વિરોધ દર્શાવ્યો અને કલેક્ટર કચેરી ખાતે સુત્રોચ્ચાર કર્યા હતા. જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને પોતાની માંગણીઓ સંતોષમાં આવે તે માટે રજૂઆત કરી હતી. આગામી 22 સપ્ટેમ્બરથી આઈ.સી.ડી.એસ. વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળમાં જોડાશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.

Advertisement

Advertisement

ICDS વિભાગ (મુખ્ય સેવિકા બહેનો પંચાયત વર્ગ 3) ની મુખ્ય માંગણીઓ
જૂની પેન્શન યોજના લાગુ કરવી
ગ્રેડ પે વધારી 4200 કરવો
મુખ્ય સેવિકા તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને ખાતાકિય પરિક્ષાના નિયમોમાં ફેરફાર
સમાન કામ સમાન વેતન
સિનિયોરિટી મુજબ પ્રમોશનની માંગ
નિવૃત્તિ વય મર્યાદા 60 વર્ષ કરવામાં આવે
મુખ્ય સેવિકાના જોબકાર્ડ બનાવવામાં આવે

Advertisement

સાંભળો સરકાર, મહિલા કર્મચારીઓની માંગ…

સમગ્ર રાજ્યમાં સરકારી કર્મચારીઓએ મોરચો માંડ્યો છે અને પોતાની પડતર માંગણીઓને લઇને આગામી દિવસોમાં હડતાળ પર જોડાશે તો કેટલીક સેવાઓને સીધી અસર પડી શકે એમ છે. જેથી તાત્કાલિક સરકાર આ બાબેત કર્મચારીઓ માટે વિચાર કરે તેવી કર્મચારીઓની માંગ છે.

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!