33 C
Ahmedabad
Saturday, May 18, 2024

આરોગ્ય વિભાગના કર્મચારીઓના ‘મનની વાત’, મહિલા કર્મચારી ભાવૂક થઇ કહ્યું, “અમે મજબૂર છીએ”


સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ છેલ્લા 21 દિવસથી પોતાના પડતર માંગને લઇને હડતાળમાં જોડાયા છે પણ તેઓની વાત નહીં સાંભળવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે. 22 મા દિવસે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કોવિડમાં દર્દીઓની સારવાર કરતા મોતને ભેટેલા કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ સાથે જ જિલ્લા કલેક્ટરને આવેદન પત્રો પણ અપાયા હતા.

Advertisement

અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ પોતાનો રોષ ઠાલવા જણાવ્યું કે, અમને ટેકનિકલ સ્ટાફ ગણવામાં નથી આવતો. પશુઓને ઇન્કજેક્શન આપનાર વેટનરી તબીબોને ટેકનિકલ સ્ટાફ ગણવામાં આવતો હોય તો તેઓ નાના બાળકો, સગર્ભા માતાઓ, નાવજાત બાળકોની સારવાર કરતા હોય છે, એટલે તેઓ ગ્રેડ પે માટે હકદાર છે. ચોથીવાર હડતાળ પાડવા પર તેઓ મજબૂર બન્યા છે. મહિલાએ પોતે ભાવૂક થતાં દર્દ ઉભરી આવ્યું અને જણાવ્યું કે, તેઓ ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે આત્મિયતાના સંબંધો કેળવાયા છે. તેઓ નથી ઇચ્છતા કે કામગીરીથી અડઘાં રહે પરંતુ સરકાર તેઓની વાત સાંભળતી નથી. સાંભળો મહિલા કર્મચારીની દર્દભરી કહાની..

Advertisement

વિધાનસભાની ચૂંટણીઓ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓનું નિરાકરણ થાય તે માટે માંગ કરતા નજરે પડી રહ્યા છે. પંચાયતના તલાટીઓ હોય કે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ, પોતાની પડતર માંગણીઓને સંતોષવા માટે સોમવારથી હડતાળ યોજી વિરોધ દર્શાવી રહ્યા છે. રાજ્યમાં આરોગ્ય વિભાગના અનેક કર્મચારીઓએ હાલ સરકાર સામે બાંયો ચઢાવી કામથી અડગા રહેવાનો નિર્ણય કર્યો છે. ઠેર-ઠેર જિલ્લા પંચાયતોમાં સુત્રોચ્ચાર અને કલેક્ટરને આવેદન પત્રો આપી પોતાની માંગ સંતોષવા રજૂઆતો કરી રહ્યા છે, પણ તેઓની માંગ ક્યારે સંતોષાશે તે એક સવાલ છે.

Advertisement

Advertisement

આરોગ્ય વિભાગના કર્મચારીઓની મુખ્ય માંગ
ગ્રેડ પે 1900 થી વધારીને 2800 કરવામાં આવે
કોરોના કાળ દરમિયાન રજાઓમાં કરેલી કામગીરીનું ભથ્થું
ઝીરી કિલો મીટર પીટીએ આપવાની માંગણી
જિલ્લા કક્ષાએ સુપરવાઈઝરની જગ્યાઓ ભરવાની માંગણી

Advertisement

આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળથી અસર
સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગના મેલ-ફિમેલ હેલ્થ વર્કર, સુપરવાઈઝર, તાલુકા અને જિલ્લા નિરીક્ષકો, શાળા આરોગ્ય નિરીક્ષકો હડતાળમાં જોડાયા છે, જેને લઇને કેટલીક સેવાઓને તેની સીધી અસર પહોંચી છે. જેમ કે, MPHW દ્વારા કરવામાં આવતી વિવિધ આરોગ્યલક્ષી કામગીરી, રસીકરણ, રોગચાળો અટકાવવાની કામગીરી, કુટુંબનિયોજનની કામગીરી, ઇમરજન્સી સેવાઓને સીધી અસર પહોંચી રહી છે. આ સાથે સુપરવાઈઝર દ્વારા કરવામાં આવતા નિરીક્ષકોના રીપોર્ટિંગની કામગીરી પણ કોમામાં સરી પડી છે તો બીજી બાજુ કોવિડ રસિકરણ, રૂટિન રસીકરણ કામગીરી અને શાળા આરોગ્યલક્ષી કામગીરીનું સુપરવિઝન જેવી કામગીરી ખોરંભે ચઢી ગઇ છે.

Advertisement

આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળથી અસર
અરવલ્લી જિલ્લામાં પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળમાં જોડાતા આરોગ્ય લક્ષી કેટલીક સવાઓને સીધી અસર પોહંચી રહી છે. જિલ્લામાં ફરજ બજાવતા 500 જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે, જેને લઇને આરોગ્ય વિભાગને જાણે લકવો મારી ગયો હોય તેવું પણ સ્પષ્ટ લાગે છે જોકે આ સ્ટ્રાઈક કેટલા સમયમાં સમેટાય છે તે જોવું રહ્યું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!