31 C
Ahmedabad
Sunday, May 19, 2024

અરવલ્લી : ભિલોડાના ગોવિંદનગરમાં ગટરના પાણીની સમસ્યાથી ત્રાહિમામ મહિલાઓનો પંચાયતમાં આક્રમક રજુઆત કરી


ભિલોડા ગ્રામ પંચાયત વિસ્તારના વોર્ડ – નંબર – 8 અને 9 સહિત ગોવિંદનગરના રહેણાંક વિસ્તારોમાં ગટરનું દુષિત પાણી વહેતું હોય અસહ્ય દુર્ગંધ ફેલાતા પ્રજાજનો હેરાન પરેશાન રોગચાળો વધશે તેવી દહેશત પેદા થઇ છે ગ્રામ પંચાયતમાં વારંવાર રજુઆત કરવા છતાં સ્થિતી ઠેરને ઠેર રહેતા સત્તાધીશો અને તંત્રને જગાડવા મહિલાઓએ ન છૂટકે ગ્રામ પંચાયતમાં આક્રમક રજુઆત કરવાની ફરજ પડી હતી

Advertisement

Advertisement

ચોમાસાની સિઝન દરમિયાન સાર્વત્રિક મેધ-મહેર દરમિયાન ઠેર-ઠેર અસહ્ય ગંદકી અને દુર્ગંધ ફેલાતા માખી – મચ્છરો,જીવાતનો ઉપદ્રવ વધતા રોગચાળાએ માંથુ ઉચકતા દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે ગ્રામ પંચાયત વિસ્તારના વોર્ડ – નંબર 8 અને 9 સહિત હાર્દસમા ગોવિંદનગરના રહેણાંક વિસ્તારોમાં ગટરોનું દુષિત પાણી વહેતું હોય પ્રજાજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રોગચાળો વધશે તેવી દહેશત સેવાઈ રહી છે

Advertisement

ગોવિંદનગર વિસ્તારના રહીશ જાગૃત મહિલાઓએ ભિલોડા ગ્રામ પંચાયતના સરપંચને લેખિતમાં અરજી આપી ધારદાર રજુઆત કરી હતી.અસહ્ય ગંદકી અને દુર્ગંધ ફેલાતા પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.પીવાનું પાણી પણ દુષિત આવતું હોય પાણીજન્ય રોગચાળો આગામી સમયમાં વધશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.ભિલોડાના ગોવિંદનગર વિસ્તારની જાગૃત બહેનોએ જણાવ્યું હતું કે,અસહ્ય ગંદકી,દુષિત પીવાના પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું,ધરણા કરીશું તેમ જણાવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!