33 C
Ahmedabad
Tuesday, May 7, 2024

MP દીપસિંહે મજાકીયા અંદાજમાં આપેલ નિવેદન સરકાર સામે ભીંસ વધારે તો નવાઈ નહીં..!! હડતાળ પર ઉતરેલા કર્મીઓ અંગે શું કહ્યું વાંચો


દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય નાગરિકની ચિંતા કરી રહ્યા છે બીજીબાજુ ગુજરાત ભાજપના કેટલાક નેતાઓની જીભ લપસી પડતી હોવાથી અનેક વાર સરકાર પર પસ્તાળ પડતી હોય છે સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડે સરકારી કર્મચારીઓ હડતાળ અંગે એ એમનો અંગત મામલો છે એમાં આપણ કોઈ લેવા દેવા નહીં હોવાનું નિવેદન કરતા આરોગ્ય કર્મીઓમાં સાંસદના નિવેદન સામે ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે

Advertisement

ગુજરાતમાં ચૂંટણીના ડાકલા વાગી રહ્યા છે રાજ્યની મુલાકાતે સતત નેતાઓના આંટાફેરા વધી રહ્યા છે ગુજરાતમાં હાલ આરોગ્ય કર્મચારીઓ તેમની પડતર માંગણીઓને લઈને હડતાળ પર છે અને સમગ્ર રાજ્યમાં કલેકટરને આવેદનપત્ર આપવાની સાથે દેખાવો કરી રહ્યા છે સરકાર આરોગ્ય કર્મીઓની પડતર માંગણીઓ અંગે હજુ કોઈ યોગ્ય નિરાકરણ પર આવી નથી હડતાળ વધુ દિવસો ચાલતા આરોગ્ય કર્મીઓ પણ આક્રમક જણાઈ રહ્યા છે.

Advertisement

અરવલ્લી જીલ્લા કલેકટર કચેરીમાં સાંસદ દીપસિંહ રાઠોડની અધ્યક્ષતા હેઠળ દિશા સમિતિની બેઠક મળી હતી જેમાં જીલ્લામાં વિવિધ લક્ષી યોજનાઓના ધ્યેય અને પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી દિશાની બેઠક પછી દીપ સિંહ સાંસદને પત્રકારોએ આરોગ્ય કર્મીઓ હડતાળ પર છે આ અંગે તેમનો મત જાણવાનો પ્રયત્ન કરતા તેમને રમુજી સ્વભાવમાં એ એમનો અંગત મામલો છે એમાં આપણ કોઈ લેવા દેવા નહીં હોવાનું નિવેદન કરતા આરોગ્ય કર્મીઓમાં સાંસદના નિવેદન સામે ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!