37 C
Ahmedabad
Wednesday, May 1, 2024

ઓલ ઈન્ડિયા પ્રિઝન ડ્યૂટી મીટ: 15 વર્ષ પછી ફરી એક વાર ગુજરાત બનશે યજમાન. આ રહી કાર્યક્રમની રૂપરેખા


ભારતમાં દર બે વર્ષે BPRND (Bureau Of Police Research New Delhi) દ્વારા ઓલ ઈન્ડિયા પ્રિઝન ડ્યૂટી મીટ (All India Prison Duty Meet)નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે છઠ્ઠી મીટનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવેલું છે. જે અન્વયે ગુજરાતની જેલોના વડા ડૉ. કે.એલ.એન. રાવ (IPS)એ મીડિયા અને પ્રસારણ માધ્યમોને જાણકારી આપી હતી.

Advertisement

આ વર્ષે અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા ઇકા ક્લબ ટ્રાન્સટ્રેડિયા ખાતે તારીખ 4/09થી તારીખ 6/09 સુધી પ્રિઝન મીટ યોજવામાં આવશે. જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે. તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ ઉપક્રમે ઉપસ્થિત રહેશે.

Advertisement

ત્રણ દિવસના આ કાર્યક્રમમાં દેશના કુલ 19 રાજ્ય તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે 1031 જેટલા અધિકરી કર્મચારી વિવિધ પ્રકારની રમતોમાં ભાગ લેશે. જેમાં ઇન્ડોર ગેમ્સ જેવી કે, ક્વિઝ કોમ્પિટિશન (Quiz Competition), Unarmed Combat, પ્રાથમિક સારવાર પ્રતિયોગિતા (First Aid Competition), કમ્પ્યૂટર અને ટેકનૉલોજિ, એક મિનિટ ડ્રિલ (One Minute Drill), બિઝનેસ મોડલ, ફાઇન આર્ટ્સ અને સંગીત, હાયજિન કોમ્પિટિશન, બેસ્ટ પ્રેક્ટિસિસ કોમ્પિટિશન, પ્રોબેશન ઓફિસર મેડિકલ ઓફિસર, વેલ્ફેર ઓફિસર વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વોલીબોલ, કબડ્ડી, 100 મીટર રનિંગ, 400 મીટર રનિંગ, હાઇ જમ્પ, લોંગ જમ્પ વગેરે આઉટડોર રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

અલગ અલગ રાજ્યોના DGP, IGP, DIG તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં સહભાગી થશે. તથા 6/9ના રોજ સાંજે 5 વાગ્યે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને ઈનામ વિતરણ કરીને આ મીટનું સમાપન કરશે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ વર્ષ 2007માં પણ ઓલ ઈન્ડિયા પ્રિઝન ડ્યૂટી મીટનું યજમાન ગુજરાત બન્યું હતું. ત્યારબાદ 15 વર્ષ પછી ફરીવાર ગુજરાતમાં આનું આયોજન થવા જઈ રહ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!